________________
૧૯ઃ મૃગાપુત્ર મુસાફરીએ નીકળેલા મુસાફરની પેઠે દુઃખી થાય છે. તેથી, જેમ ઘર સળગે છે ત્યારે ઘરધણી તેમાંથી સારવસ્તુને કાઢી લે છે, અને અસાર વસ્તુને પડી રહેવા દે છે, તેમ જરા અને મૃત્યુથી સળગેલા આ સંસારમાંથી હું તમારી અનુમતિથી મારા આત્માને બચાવી લેવા ઇચ્છું છું.” [૧૮-૨૩] - તેનાં આવાં વચન સાંભળી તેનાં માતપિતાએ તેને કહ્યું : - “હે ભાઈ! તારું કહેવું બરાબર છે, પરંતુ શ્રમણપણું કાંઈ સહેલું નથી. તેમાં હજારે ગુણ પ્રાપ્ત કરવા પડે છે; જગતમાં દરેક પ્રાણી પ્રત્યે– પછી ભલે તે શત્રુ હા ક મિત્ર– સમભાવ રાખવો પડે છે; જીવતા સુધી દરેક પ્રકારની હિંસાનો ત્યાગ કરવો પડે છે; અપ્રમાદી રહીને અસત્યને ત્યાગ કરી હંમેશાં હિતકર અને સત્ય વચન જ બાલવું પડે છે; દાતણ જેવી ચીજ પણ બીજાએ અણુદીધી લઈ શકાતી નથી; નિર્દોષ અને ખપે તેવાં ખાનપાન ભિક્ષા કરીને માગી લાવવાં પડે છે; ઉગ્ર એવું બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરવું પડે છે; ધનધાન્ય અને નોકર-ચાકરના પરિગ્રહનો ત્યાગ કર પડે છે; બધા આરંભેનો ત્યાગ કરી, નિર્મળતા કેળવવી પડે છે; ચારે પ્રકારના આહારની રાત્રે ત્યાગ કરવો પડે છે; એક પણ દાણાને સંચય કરી શકતો નથી; તથા ભૂખ, તરસ, ટાઢ, તડકો, ડાંસમચ્છર, બીજાના આક્રોશ ખેંચે તેવી પથારી, અણુવાળા દાભનો સંથારે, સ્નાનાદિ શારીરિક સંસ્કારને ત્યાગ, તાડન, તર્જન, વધ, બંધ, ભિક્ષાચર્યા, યાચન અને અલાભ વગેરે કષ્ટો અને દુઃખ સહન કરવો પડે છે. [૨૪-૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org