________________
૧૦૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેને પિતાના પૂર્વજન્મ તથા તે વખતે પાળેલું પ્રમાણપણું યાદ આવ્યાં. આમ થતાંની સાથે તેને ઈકિયેના વિષયો પ્રત્યેથી રાગ ઊતરી ગયું અને સંયમધર્મ પાળવા માટે તેના મનમાં ઉત્કટ ઇચ્છા જન્મી. તરત જ તે પોતાનાં માતાપિતાને જઈને કહેવા લાગ્યો :
“હે માતાપિતા ! પાંચ મહાવ્રતો તથા તેથી પ્રાપ્ત થતી ઉત્તમ ગતિ મેં જાણી છે; તથા વિષયભેગેથી પ્રાપ્ત થતી દુર્ગતિ અને તેનાં દુઃખ પણ મેં જાણ્યાં છે. તેથી હવે મને આ સંસારના કામે ઉપર વૈરાગ્ય આવ્યું છે. માટે મને પ્રત્રજ્યા લેવાની રજા આપે. [૪-૧૦]
હે માતાપિતા ! હું જે ભાગો ભેગવું છું, તે બધા મને વિપફળ (કિપાક) જેવા દેખાય છે. તે દેખાવમાં મનહર પરંતુ પરિણામે દુઃખ આપનારા છે. વળી તે ભોગે ભેગવનાર આ શરીર પણ અશુચિમાંથી જન્મેલું હોઈ અનિત્ય છે, તથા દુઃખ, કલેશ, વ્યાધિ અને રેગનું ધામ છે. માટે મને તેમાં હવે પ્રીતિ થતી નથી. જન્મ, જરા, રોગ અને મરણથી યુક્ત આ સંસાર આ દુઃખરૂપ જ છે, અને તેમાં પ્રાણીઓ ન લેશ જ ભગવ્યા કરે છે.. અંતે તો પ્રિય માનેલાં ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી અને આ શરીર એમ બધું જ છોડી બધાંને પરવશપણે ચાલ્યા જવું પડે છે. [૧૧-૭]
તે વખતે જેણે જીવન દરમ્યાન ધર્મરૂપી ભાથું બાંધી લીધું હોય છે, તે માણસ જ સુખી થાય છે; અને જેણે પાપ જ ભેગાં ક્યાં હોય છે, તે ભાથા વિના લાંબી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org