________________
૧૪: ઈષકાર નગરના દેવે ખરે જ) નબળી જાળને તોડી નાખી જેમ રહિત ભસ્ય ચાલ્યું જાય છે, તેમ ઉત્તમ શીલવાળા અને ઉદાર તપસ્વી એવા ધીર પુરુષે કામગુણોને છોડી દઈ, સંસારમાંથી નીકળી જાય છે. [૩૪-૫].
મરી જાળને તોડીને આકાશમાં વિચરતા કૌચા અને હંસની પેઠે ચાલ્યા પિતાના પતિ અને પુત્રોને જોઈ તે સ્ત્રી પણ તેમની પાછળ ચાલી નીકળી. [૩૬]
- વિપુલ કુટુંબ, ઉત્તમ ધનસંપત્તિ તથા ભેગોને છેડીને દીકરા અને સ્ત્રીની સાથે ચાલ્યા જતા પુરોહિતનું ભાલકી વિનાનું થયેલું ધન આનંદપૂર્વક કબજે કરતા રાજાને જોઈ, રાણી કમલાવતી તેને કહેવા લાગી ? * “હે રાજા ! બીજાનું એકલું ધન ખાતાં તને આટલો આનંદ શાનો થાય છે? આખા જગતનું ધન તને મળે તો પણ તને તૃપ્તિ થવાની છે? અથવા મૃત્યુથી તે તારું રક્ષણ કરી શકવાનું છે? મરણ આવ્યું બધું છોડીને જ જવાનું છે, તે તું મરણ પછી રક્ષણ કરનાર ધર્મને જ એકઠો કરવાનો પ્રયત્ન કર. દાવાનળ સળગે છે ત્યારે અંદર હજારે પ્રાણીઓ સળગી મરતાં જોવા છતાં, આજુબાજુનાં પ્રાણીઓ પોતાના આમોદપ્રમોદમાં મશગૂલ રહે છે. તેમની પેઠે કામભોગમાં મૂર્શિત થઈને આપણે રાગદ્વેષથી બળતા જગતને જાણતાં જ નથી. પરંતુ પંખિણીને જેમ પાંજરું ગમતું નથી, તેમ મને હવે આ સંસાર ગમતા નથી. ભોગ ભોગવીને તેમને ત્યાગ કરી, વાયુની પેઠે અપ્રતિબંધપણે વિહરનારા મહાપુરુષો આકાશમાં છૂટથી વિચરતા વૈરગામી પંખીની પેઠે આનંદપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org