________________
૧૪ ઈષકાર નગરના દેવ આગલા જન્મમાં એક જ વિમાનમાં રહેનારા કેટલાક દે ત્યાંથી ચાવીને સ્વર્ગલોક જેવા રમ્ય, સમૃદ્ધ અને પ્રસિદ્ધ એવા પુરાતન ઈષકાર નગરમાં પોતાનાં બાકી રહેલાં કર્મોને કારણે ઉત્તમ કુળમાં મનુષ્યરૂપે જમ્યા. ચાર જણ, વેદ જાણનાર બ્રાહ્મણ કુળમાં પુરોહિત, તેની પત્ની યશા તથા તેમના બે કુમારે રૂપે જમ્યા; અને બીજા બે જણ તે . નગરના રાજારાણ તરીકે જમ્યા. રાજાનું નામ ઈષકાર હતું અને રાણીનું નામ કમલાવતી હતું. [૧-૩]
પેલા પુરોહિતના બે પુત્રો ધીરે ધીરે મોટા થઈ, પિતાનાં કર્તવ્યનું યથાયોગ્ય પાલન કરતા કરતા, પૂર્વજન્મના સંસ્કારને કારણે, જન્મ જરા અને મૃત્યુના ભયનો વિચાર કરી, તથા કામગુણનું નિરીક્ષણ કરી, વિરક્ત થયા. પછી મોક્ષની કાંક્ષાવાળા અને શ્રદ્ધાવાળા તે બંને પિતા પાસે આવીને કહેવા લાગ્યા : આ ગૃહસ્થાશ્રમ બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org