________________
૧૨ઃ હરિકેશ બલ
૧૫ પુરોહિત : ધર્મ અને અર્થને જાણનારા મહાપ્રાજ્ઞ મુનિઓ કદી ગુસ્સો કરતા નથી તે સાચી વાત છે. અમે બધા લોકો એકઠા મળી આપના ચરણનું શરણ લઈએ છીએ. હે મહાભાગ ! અમે આપનું પૂજન કરીએ છીએ. આપ અમારા સર્વથા પૂજ્ય છે. અમારા આ વિવિધ વ્યંજનો યુક્ત ભાતનો તથા બીજા પણ વિવિધ પ્રકારના અન્નનો, અમારા ઉપર કૃપા કરી, સ્વીકાર કરે. [૨-૪]
તે મહાત્માએ, પછી, ‘વારુ' કહીને તે અન્નપાનનો સ્વીકાર કર્યો અને એક મહિનાના ઉપવાસનું પારણું કર્યું. તે વખતે દેવોએ ત્યાં સુગંધી જળ, પુષ્પ તથા દ્રવ્યની વૃષ્ટિ કરી; અને દુંદુભી વગાડીને, “અહી દાન” કહી તે દાનની પ્રશંસા કરી. તે જોઈને ચકિત થયેલા બ્રાહ્મણોએ કહ્યું :
અહો ! તપનું માહાભ્ય આમ પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ જાતિનું માહાત્મ્ય કાંઈ જ દેખાતું નથી. માહાસ્યયુક્ત દિવ્ય ઋદ્ધિવાળા આ ચાંડાલપુત્ર હરિકેશ સાધુને જુઓ !” [૩૫-૭] | મુનિએ તેમની મિથ્યાદષ્ટિ દૂર થયેલી જોઈને તેમને કહ્યું :
“હે યજ્ઞયાગ કરનારા બ્રાહ્મણ ! તમે પાણી વડે બાહ્ય શુદ્ધિ શા માટે શોધો છો ? બાહ્ય શુદ્ધિને શોધવી, તેને
૧. ખાતાં સ્વાદ આપે તે માટેનાં શાક ઇત્યાદિ. '
૨. આ ઉલ્લેખ ઉપરથી એમ લાગે છે કે “હરિકેશ એટલે જ ચાંડાલ એ અર્થ ન લઈ શકાય. જે કે ટીકાકારે એ જ અર્થ લીધો છે.
૩. એટલે કે મિથ્યાત્વ. જુઓ પા. ૧૭, ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org