________________
૧૩: બે હરિજન ભાઈએ
૧૯ મુનિના ઉપદેશથી શાંત થઈ, તે બંનેએ દીક્ષા લઈને કઠોર તપશ્ચર્યા આદરી. એક વખત ફરતા ફરતા તે બંને ભાઈઓ “હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા.” તેમના તપપ્રભાવથી આકર્ષિત થયેલો તે નગરનો રાજા સનકુમાર ચક્રવતી પોતાની સ્ત્રી સુનંદા સાથે તેમને નમસ્કાર કરવા આવ્યો. નમસ્કાર કરતી વખતે સ્ત્રીરત્ન સુનંદાની એક લટ સંભૂતના પગે અડકી. તે સ્પર્શથી મોહિત થઈ “તેણે “નિયાણું બાંધ્યું કે, મારા તપના ફળરૂપે આવતા જન્મમાં હું આવા સ્ત્રીરત્નવાળો ચક્રવર્તી થાઉં. ચિત્રે તેને ઘણે વાર્યો, પણ તેણે પોતાને સંકલ્પ જતો કર્યો નહિ. મૃત્યુ બાદ બંને સૌધર્મ દેવલોકમાં “પદ્મગુર્ભ નામના વિમાનમાં દેવ તરીકે જમ્યા. ત્યાંથી આવીને સંભૂત કપિલપુરમાં ચૂલણ રાણીને પેટે બ્રહ્મદત્ત ચક્રવતી તરીકે જન્મ્યા; અને ચિત્ર પુરીમતાલમાં એક શેઠના કુટુંબમાં ઉત્પન્ન થયો, તથા ધર્મનું શ્રવણ પ્રાપ્ત થતાં પ્રવ્રજિત થયો.”ર
- વિપુલ સુખેશ્વયં ભગવતા બ્રહ્મદત્તને એક વખત પોતાની સામે થતું નૃત્ય તથા પુષ્પનો દડો જોઈ, પૂર્વ જન્મમાં પદ્મગુર્ભમાં જોયેલી તેવી જ વસ્તુઓ યાદ આવી તથા સાથે એ પણ યાદ આવ્યું કે, ત્યાં હું છેલ્લા પાંચ જન્મથી જ સાથે રહેનાર મારા ભાઈ ચિત્ર સાથે હતો. આ જન્મમાં તેને શોધી કાઢી પોતાના વૈભવમાં ભાગી બનાવવા માટે ઉત્સુક થયેલા બ્રહ્મદત્ત નીચેની - અધૂરી ગાથાનો ઘોષ કરાવ્યો અને તે પૂરી કરનારને પોતાની - સામે લાવવાનો હુકમ કર્યો :
दासा दसण्णे आसी, मिया कालिंजरे नगे। हंसा मयंगतीराए, सोवागा कासीभूमिए ॥ देवा य देवलोगंमि आसि अम्हे महिड्ढिआ
૧. મૂળ : “નિદાન.” પોતાના તપનું અમુક ફળ મળે એવો સંકલ્પ. ૨. મૂળમાં લેક ૧-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org