________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ દુર્ગતિમાંથી રક્ષણ કરનાર એવા તે શાસ્ત્રજ્ઞ પુરુષો કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિને ગામ્યા છે. [૧૫-૩૧]
તેથી, મેક્ષને ઇચ્છતા ભિક્ષુએ શાસ્ત્રજ્ઞાનનો આશરે લેવો, જેથી તે પોતાની અને બીજાની મુક્તિ સાધી શકે, એમ હું કહું છું. [૩૨]
ટિપ્પણે ટિ પણ ન. ૧. જેનો સમગ્ર લોના અધ, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ કલ્યું છે. તેમાં અલકમાં નરકભૂમિઓ આવેલી છે, ઉર્વિલોકમાં દેવભૂમિ છે અને મધ્યમલોકમાં જબુદ્વીપ વગેરે મનુષ્યભૂમિ છે મધ્યમલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે દ્વીપો અને સમુદ્ર, ઘંટી અને તેના થાળાની માફક, એકની પાછળ ગેળ ફરતો બીજે એ રીતે બેઠવાયેલા છે. તેમાં જબુદ્વીપ સૌથી મધ્યમાં છે, અને સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્ર સૌથી છેલ્લા છે. જબુદ્વીપમાં ભરત વગેરે સાત ક્ષેત્રો છે, અને તે દરેકને એકબીજાથી જુદા પાડતા તેમની વચમાં હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રૂકમી અને શિખરી એ છ પર્વતો છે. જબુદ્વીપની આજુબાજુ લવણસમુદ્ર વીંટળાયેલો છે. તેમાં આવેલા દ્વીપ આંતરદ્વીપ કહેવાય છે. તે સમુદ્રની આજુબાજુ ધાતકીખંડ દ્વીપ છે. તેની આજુબાજુ કાલેદધિ છે, અને તેની આજુબાજુ પુષ્કરવરદ્વીપ છે, તથા તેની આજુબાજુ પુષ્કરોદધિ છે. એમ સ્વયંભૂરમણ સુધી સમજવું. લવણસમુદ્ર સિવાય બીજા સમુદ્રમાં આંતરદ્વીપે નથી. દરેક સમુદ્ર દરેક દ્વીપથી બમણું વિસ્તારને છે. જબુદ્વીપનો વિસ્તાર લાખ જન જેટલો છે. જંબુદ્વીપ (આંતરદ્વીપો સાથે), ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ, એમ અઢી દ્વીપમાં માણસનો સંભવ છે, તેથી તે મનુષ્યલોક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org