________________
૩: ચાર દુલભ વસ્તુઓ
૧૭. કામનાઓથી મૂઢ બનેલાં તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્યતર નિએમાં જ ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં, ઘણે લાબે કાળે, ક્રમે કરીને, કોઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છે કર્મોનો નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. [૨-૭]
૨. પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય તપ, ક્ષમા અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. [૮]
૩. કદાચ કોઈને સદ્ભાગ્યવશાત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તો પણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ
છે. કારણ કે, ઘણુય લાકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર ન રહે છે. [૯]
૪. અને કદાચ કોઈને ધર્મમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવો એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે ઘણા માણસોને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હોવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતા. [૧૦]
પરંતુ જે મનુષ્યપણું પામી, સદ્ધર્મનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તે પ્રમાણે આચરણ કરે છે, એટલે કે, તપ અને સંયમ દ્વારા કર્મોને નાશ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણસે જ, પાણીથી સિંચાયેલા અગ્નિની પેઠે, પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે. [૧૧-૧૨]
માટે, કર્મના વિવિધ હેતુઓ જાણી, તેમનો ત્યાગ ૧. મિથ્યાત્વ (તત્ત્વમાં અશ્રદ્ધા અને અતત્ત્વમાં શ્રદ્ધા), અવિરતિ (દોથી ન વિરમવું), પ્રમાદ, કષાય (વિષમભાવ) અને યોગ (કાયા, મન, અને વાણની પ્રવૃત્તિ) એ પાંચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org