________________
૮ઃ કપિલમુનિને સદુપદેશ
૩ યોગથી ભ્રષ્ટ બની, આ જન્મ પણ ગુમાવે છે અને મૃત્યુ બાદ પણ આસુરી યોનિ પ્રાપ્ત કરે છે. ત્યાંથી છૂટીનેય તેઓ સંસારમાં શાંતિ પામ્યા વિના સતત ભટક્યા જ કરે છે. કારણકે, અનેક કર્મોના લેપથી લીંપાયેલા તેઓને બોધ પ્રાપ્ત થવો ઘણો મુશ્કેલ હોય છે. [૧૪-૧૭]
“માટે, મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્ત્રીભોગામાં કદી ન ફસાશો. તે ભોગેની મનોહરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે “આ” તે કાલે “બીજું” એમ હંમેશાં નવું ભાગ્યા કરે છે. અને જેને મેળવવા હમણું જ પિતે અતિ પ્રયત્ન કર્યો હોય છે, તે જ છેડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભેગેની કદી કામના ન કરવી. ઘરબાર વિનાના ભિક્ષુએ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારના પ્રસંગનો ત્યાગ કરવો. તેણે તો લોકકલ્યાણકારી ધર્મ જાણીને, તેમાં જ પિતાની જાતને લીન કરી દેવી.. [૧૮-૧૯].
“તે બધા કામો એવા છે કે, એક વખત તેમને પરિચય કર્યા બાદ મહાકષ્ટ પણ તે તજી શકાતા નથી. તેમાં પણ, સામાન્ય સંસારી છે માટે તો તે અશક્ય જ છે.. મહાવ્રત જેવાં સુંદર વ્રતો અણીશુદ્ધ પાળનારા કોઈ વિરલ સાધુ પુરુષો જ તે દુર ભોગેને, વેપારી વાણિયા જેમ દુસ્તર સમુદ્ર પાર કરી જાય છે, તેમ તરી જાય છે. [૬]
પરંતુ સાધુનો વેષ પહેરવાથી કંઈ સાધુ થઈ જવાતું નથી. ઘણાય પશુ જેવા અજ્ઞાની લેકે પિતાને શ્રમણ કહેવરાવે છે; પરંતુ ખરી રીતે તો તેઓ કામભોગોમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org