________________
- ૮ઃ કપિલમુનિને સદુપદેશ પીરસતી. વખત જતાં તે બંનેમાં અનુરાગ ઉત્પન્ન થયો અને કપિલ પોતાનું ભણવા કરવાનું ભૂલી તેનામાં આસક્ત થઈ ગયા. આમ ઘણે કાળ વીતી ગયો. એક વખત તે દાસીને ખિન્ન થયેલી દેખી કપિલે તેનું કારણ પૂછયું; તો તેણે જણાવ્યું કે, “કાલે અમારા લોકોનો મોટો ઉત્સવ છે. તે વખતે બીજી બધી સ્ત્રીઓ પૂરા શણગાર સજીને આવશે. પરંતુ મારી પાસે બીજી બધી સામગ્રી હોવા છતાં પુષ્પાદિ ખરીદવા રેકડ નાણું કાંઈ નથી. તેથી હું મુંઝાઉં છું.” પછી કપિલે તેનો કાંઈ ઉપાય પૂછતાં તે દાસીએ જણાવ્યું કે, “આ નગરમાં ધન નામને શેઠ, સવારના પહોરમાં પિતાને મંગળવચનોથી જગાડનાર બ્રાહ્મણને બે સેનામહેર દક્ષિણ આપે છે. માટે તમે જે વહેલા જઈ તેમ કરો, તે તેટલા પૈસાથી મારું બધું કામ પતી જાય.” તે સાંભળી ઉત્સાહમાં આવી જઈ, કપિલ, બીજે ઈ પહોંચી જાય ત્યાર પહેલાં પહોંચવા ખાતર, મધરાતના જ ચાલી નીકળ્યા. રસ્તામાં ચોકીદારોએ તેમને ચાર ધારી પકડ્યા અને બીજે દિવસે રાજ સમક્ષ રજૂ કર્યા. કપિલે રાજાને પોતાની સાચી હકીક્ત સ્પષ્ટ કહી સંભળાવી. તેથી સંતુષ્ટ થઈ રાજાએ તેમને છોડી મૂક્યા અને તેમને જોઈતું ધન પોતાની પાસેથી માગી લેવા જણાવ્યું. આ સાંભળી, ખુશ થઈ, કપિલ કેટલું ધન માગવું તેનો વિચાર કરવા લાગ્યા. પરંતુ જેમ જેમ તે વિચાર કરતા ગયા, તેમ તેમ, સે, હજાર, લાખ અને કરોડ સિક્કાથી પણ પિતે પિલી દાસી સાથે પૂરેપૂરા એશઆરામમાં રહી શકશે નહિ એમ તેમને લાગ્યું. છેવટે તેમને ભાન આવ્યું કે, પોતે શું કરવા આવ્યા હતા અને શું કરવા બેઠા છે. એટલે ત્યાંથી તે સાધુ બનીને ચાલી નીકળ્યા, અને એક મહાન તપસ્વી બન્યા.
શ્રી સુધર્મવામી કહે છે :
“અસ્થિર, અનિત્ય તથા દુ:ખપૂર્ણ એવા આ સંસારમાં એવું કયું કર્મ છે, કે જે કરવાથી દુર્ગતિ પ્રાપ્ત ન થાય ?” [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org