________________
૫૦
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું વળી મુશ્કેલ છે; ઘણા લોકો દશ્ય અને સ્વેચ્છજાતિમાં ઉત્પન્ન થાય છે. આર્યપણું પામીને પણ પાંચે ઈન્દ્રિયે પૂરેપૂરી પામવી મુશ્કેલ છે; ઘણય લેકે એક કે બીજી ઈદ્રિય વિનાના હોય છે. પાંચે ઈદ્રિયવાળા હાઈને પણ ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે; ઘણાય લોકે પાખંડી ગુરુઓને સેવ્યા કરે છે. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે; ઘણાય કે મિથ્યાત્વને સેવ્યાં કરે છે. ઉત્તમ ધર્મમાં શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં શરીરથી તેનું આચરણ મુશ્કેલ છે; ઘણા લોકો કામમાં મૂઢ રહે છે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. [૧૬-૨૦]
તારું શરીર દિવસે દિવસે જીર્ણ થતું જાય છે; તારા કેશ ધોળા થતા જાય છે અને કાન, આંખ, નાક, જીભ અને ત્વચા વગેરે તારી ઈકિયાનું તેમજ બીજાં પણ સર્વ પ્રકારનું બળ ઘટતું જાય છે, અને તને બેચેની, ગડગૂમડ તથા વિપૂચિકા વગેરે રોગો થવા લાગ્યા છે. આમ તારું શરીર ક્ષીણ તથા નષ્ટ થતું જાય છે, માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર.[૨૧-૭]
૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે દેશની સીમાઓ ઉપર રહેનાર ચોરે તે દશ્ય; અને જેમનું બોલેલું આથી સમજાતું નથી તેવા શક, ચવન વગેરે તે સ્વેચ્છ. “તે બંને વર્ગોમાં ધમધમં, ગમ્યાગમ્ય અને ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન હોતું નથી અને તેઓ નર્યા પશુ જેવા હોય છે. આર્ય-અનાયની જેન કલ્પના માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૨૦૫-૭. ૨. જુઓ પા. ૧૭ નાં. ૧.
૩. મૂળ: અરતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org