________________
૧૦ ગૌતમને ઉપદેશ મનુષ્યનું જીવિત, દિવસ જતાં પીળું થઈ ખરી જતા. ઝાડના પાન જેવું, અને દાભની અણુ ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું ક્ષણિક તથા થોડો કાળ રહેનારું છે. વળી તે અનેક વિઘોથી ઘેરાયેલું છે. માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર, અને પૂર્વે એકઠાં કરેલાં કર્મોને ખંખેરી નાખ. [૧-૩]
કર્મનાં ફળ ટાળવાં બહુ મુશ્કેલ છે, અને લાંબે કાળે પણ મનુષ્યજન્મ પ્રાણુને મળવા અઘરે છે. કારણકે, જીવ
૧. મૂળ : કમપત્રક. આ અધ્યયનના શરૂઆતના લેકમાં મનુષ્યજીવનને ઝાડના પાન સાથે સરખાવ્યું છે, માટે મૂળમાં તેનું તે નામ છે. મહાવીરભગવાને પોતાના પટ્ટાશષ્ય ઇંદ્રભૂતિ ગૌતમને આપેલો ઉપદેશ આ અધ્યયનમાં સંગ્રહાય છે, એવી પરંપરા છે. ગૌતમ વિષે વધુ માહિતી માટે જુઓ “ભગવાન મહાવીરને સંયમધર્મ' પાન ૨,૨૪૦,૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org