________________
૭: ઘેટાનું દૃષ્ટાંત જેવા તથા કેરી માટે રાજ્ય નાર રાજ? જેવા છે. કારણ, તેઓ ૧૦૦ વર્ષ કરતાં ઓછા આયુષ્યનાં તુચ્છ માનુષી સુખ માટે હજારગણું ઉત્તમ દૈવી આયુષ્યવાળાં કામસુખો ગુમાવે છે. [૧૧-૧૩]
ત્રણ વાણિયા વિષે એક એવી લોકકથા છે કે, મૂડી લઈને તેઓ વેપાર કરવા નીકળ્યા. તેમાંનો એક ઘણે લાભ મેળવી પાછો આવ્યો; બીજે મૂળ મૂડી સાથે જ પાછો આવ્યો; અને ત્રીજે તો મૂડી પણ બાઈને આવ્યો. તેની પેઠે જ ધર્મજીવનમાં પણ મનુષ્યો ત્રણ પ્રકારે વર્તે છે. કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી લોક પિતાનાં સત્કર્મોને લીધે, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણું) ઉપરાંત (દેવપણનો) લાભ પામે છે. બીજા સામાન્ય ગૃહસ્થ સદાચરણ અને સુત્રત આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી મનુષ્ય બની) પાછા આવે છે. જ્યારે અજ્ઞાની અને દુરાચારી લો, ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે અને નરક કે તિર્યચપણને પામે છે. [૧૪-૨૧]
માટે હાનિલાભનો વિચાર કરી, મેધાવી પુરુષ પોતાના અહિક જીવનનો સદુપયોગ કરે.
૧. આ વાત એવી છે કે, એક રાજાને ઘણી કેરીઓ ખાવાથી વિચિકા રોગ . વૈદોએ મહામહેનતે તે દૂર કર્યો; પણું ભવિષ્યમાં કદી કેરી ન ખાવાની તેને તાકીદ આપી. પરંતુ બીજું સર્વ રાજયસુખ ભોગવતો હોવા છતાં, તેનું મન કેરી માટે ઝાવાં નાખતું. એક દિવસ મન કાબૂમાં નહિ રહેતાં તેણે પુષ્કળ કેરીઓ ખાઈ લીધી અને જાન ખોયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org