________________
ઘેટાનું દષ્ટાંત લોકો અતિથિ આવે તે પ્રસંગે ઉજાણું સારું પોતાના આંગણામાં ઘેટે પાળે છે તથા તેને ચોળા અને જવસ ખવરાવી ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘેટો તૃપ્તિપૂર્વક બધું ખાઈ ખાઈ મોટા પેટવાળા તથા વિપુલ દેહવાળો બને છે. પરંતુ તે જાણતો નથી કે, પિતે અતિથિ આવે ત્યારે કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે. [૧-૩]
તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રી પ્રધાન કામભાગ ભગવતો, મહાઆરંભ અને પરિગ્રહો કર્યા કરતો, તથા લૂંટફાટ, ચેરી, જૂઠ, કૂરતા તથા શકતાથી પોતાના કામભોગે પ્રાપ્ત કરતો વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ સુરા પી, તે રાતોમાત, દુદવાળે તથા લોહીભરેલો થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતો નથી કે પોતે નરક માટે તૈયાર થઈ રહ્યો છે. [૪-૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org