________________
કપિલમુનિનો સદુપદેશ
કપિલમુનિની કથા કપિલ નાના હતા તેવામાં જ તેમના પિતા – રાજપુરોહિત કાશ્ય૫ – ગુજરી ગયા. કોસાંબીના રાજા જિતશત્રુએ તેમની જગાએ નવ પુરોહિત નીમ્યો. એક વખત તે નવ પુરોહિત ઠાઠમાઠથી રાજમાર્ગ ઉપર થઈને જતો હતો. તેને જોઈ, પિતાનો પૂર્વ વૈભવ યાદ આવવાથી કપિલની માતા યશા રડવા લાગ્યાં. નાના કપિલે રડવાનું કારણ પૂછતાં, ચશાએ જણાવ્યું કે, તારા પિતા જીવતા હતા ત્યારે આપણે ત્યાં આવો ઠાઠ હતો; પરંતુ તેમના ગુજરી ગયા પછી તું નાનો તેમજ અભણ હોવાથી આ બીજો બ્રાહ્મણ તે ઠાઠ ભોગવે છે. તે સાંભળી કપિલે ભણગણી પિતાનું પદ પાછું મેળવવાનો નિશ્ચય કર્યો. માતાએ તેને તેના પિતાના મિત્ર ઇદ્રદત્તને ત્યાં શ્રાવતિ જવાની સલાહ આપી. ઇંદ્રદત્તે ખુશીથી કપિલને ભણાવવાનું કબૂલ કર્યું, પરંતુ તેનું ખાધાખર્ચ પોતાનાથી ઉપાડી શકાય તેમ ન હોવાથી, ગામના શાલિભદ્ર શેઠને ત્યાં કપિલના ખાવાપીવાની વ્યવસ્થા કરી. ત્યાં તે શેઠની એક સ્વરૂપવાન દાસી કપિલને રોજ જમવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org