________________
૨ઃ પરિષહે-બાવીસ વિદને ૧૫ અત્યારે આમ બને છે. પરંતુ હવેથી હું એગ્ય જીવન ગાળીશ, એટલે તે કર્મો અવશ્ય દૂર થશે.” [૪૦-૧]
(૨૧) અજ્ઞાના પિતાના પ્રયત્ન છતાં ધર્મ કે સત્યને સાક્ષાત્કાર ન થાય અને અજ્ઞાન ન ટળે, તો તેથી તેણે અધીરા ન બની જવું, તથા પિતાના ત્યાગ-સંયમને નિરર્થક ન માનવા. [૪૨-૩]
(૨૨) ના [શ્રદ્ધા] ભિક્ષુએ (શંકા પડતાં) “પરલેક નથી,” “તપથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી,' “જિનો હતા નહિ, છે નહિ, કે થશે નહિ” અને “આ લાકે જે બધું કહે છે તે ખોટું છે' એવું એકદમ ન માની બેસવું; પરંતુ, ધર્મની પ્રતીતિ થવાને હજુ વધુ પ્રયત્નની અપેક્ષા હશે એમ માની, શ્રદ્ધાપૂર્વક યોગ્ય પુરુષાર્થ કર. [૪૪-૫]
આ બધી મુશ્કેલીઓ જીતવાનો મુખ્ય ઉપાય એ છે કે, તેમનું સ્વરૂપ પહેલેથી જાણીને સમજી રાખવું, જેથી કરીને તેમાંથી કેાઈ આવી પડે, ત્યારે તેનાથી હણાઈ ન જતાં અચળ રહેવાય, એમ હું કહું છું. [૪૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org