________________
ચાર દુર્લભ વસ્તુઓ શ્રી સુધર્મસ્વામી કહેવા લાગ્યા :
આ સંસારમાં જીવને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે:
(૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. [૧]
૧. સામાન્ય રીતે જીવો વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ યોનિઓમાં જન્મ પામ્યા કરે છે. તેઓ કોઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકલેકમાં તે કોઈ વાર અસુરલોકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામિનીકાંચનથી કંટાળતા નથી, તેમ અધમ કર્મોને વળાવળીને સ્વીકારતાં તે પ્રાણીઓ વારંવાર બદલાતી નિઓમાં જન્મતાં કંટાળતાં નથી.
૧. મૂળ : પરમ અંગે” (બોધિનાં).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org