________________
૪: અપ્રમાદ ભેગેામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી અને એ મૂઢ મનુષ્યને પસ્તાવાવાર આવે છે. [૯]
વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતો નથી; અને વારંવાર લોભાવતા ભોગે ભોગવનારમાં મંદતા આણું વધારે પ્રબળ બનતા જાય છે. માટે પ્રયત્નપૂર્વક કામગમાંથી મનને રોકી, તેમને ત્યાગ કરી, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા કરતા વિચરવું. કેળવાયેલે અને બરવાળો ઘોડો જેમ રણસંગ્રામમાંથી સહીસલામત પાછા આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં અપ્રમત્તપણે કામગમાંથી પોતાનું રક્ષણ કરનારે મનુષ્ય સહીસલામતીથી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, મેહગુણ સામે સતત ઝૂઝી વારંવાર વિજય મેળવનાર શ્રમણને અનેક પ્રતિકૂળ સ્પર્શ વેઠવા પડે છે; પણ તેથી ખિન્ન થયા વિના, તે પિતાના પ્રયત્નમાં અચલ રહે. [૮,૧૦-૧૨]
સંસ્કારહીન, તુચ્છ તથા રાગ અને દ્વેષથી પરવશ એવા બીજા વાદીઓનાં અધમાચરણથી ડામાડોળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતા સમજતા મુમુક્ષુએ, કામ, ક્રોધ, લોભ, માયા અને અહંકારનો ત્યાગ કરી, શરીર પડતા સુધી ગુણની ઈચ્છા કરતા વિચરવું, એમ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org