________________
મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જે સગાંવહાલાંમાં મૂઢ બની મનુષ્ય પાપકર્મો કરે છે, તેઓ પણ કર્મનાં ફળ ભોગવતી વખતે બંધુપણે દાખવવા આવતાં નથી. આમ હોવા છતાં અનંત મેહથી મૂઢ બનેલાં મનુષ્યો, દીવો ઓલવાઈ ગયું હોય અને માર્ગ દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત ભાગ દેખવા છતાં દેખી શકતાં નથી એ કેવું આશ્ચર્ય છે. પરિણામે, દીવાલમાં પોતે જ પાડેલા બાકામાં પેસતાં દબાઈ જઈ હણતા ચોરની જેમ, તે મૂઢ લોકો આ લોક અને પરલોકમાં પોતાનાં જ કરેલાં કર્મોથી હણાય છે. એવાં ગાઢ મેહનિદ્રામાં પડેલાં મનુષ્યની વચ્ચે વિવેકી મુમુક્ષુએ જાગ્રત રહેવું, તથા કશાને વિશ્વાસ ન કરો. કારણ કે, કાળ નિર્દય છે અને શરીર અબળ છે. માટે ભારંડપક્ષીની પેઠે તેણે અપ્રમત્ત રહેવું. સંસારમાં જે કાંઈ છે તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં; તથા શરીર સબળ છે ત્યાં સુધી તેનો ઉપયોગ સંયમધર્મ સાધવામાં કરી લેવો. પછી જ્યારે તે છેક અશક્ત થઈ જાય, ત્યારે માટીના ઢેફાની પેઠે તેનો ત્યાગ કરવો. [૩-૭)
આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યા કરે છે કે, “પહેલાં ન સધાયું તો પછી સધાશે.” પણ એમ કરતાં કરતાં કામ
૧ બે મુખ અને ત્રણ પગવાળું એક પંખી. જુઓ આ માળાનું “સંયમધર્મ ” પુસ્તક, પા. ૧૯૧, નેધ.
૨. આત્મા મરણ પછી પણ કાયમ રહે છે, અને તેના ઉપર કર્મોની અસર થતી નથી એ વાદ તે શાશ્વતવાદ. તેનાથી ઊલટે, એટલે આત્મા જેવી વસ્તુ નથી, અથવા મરણ પછી કાયમ રહેતી નથી એવો વાદ તે ઉદવાદ. જુઓ આ માળાનું ‘સુ નિપાત પુસ્તક, પા. ૧૬૯, લેક છ૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org