________________
૨૪ મહાવીરસ્વામીનો અંતિમ ઉપદેશ ભય લાગે છે, તથા તેથી તેઓ દાવમાં હારેલા જુગારીની પેઠે, પરવશપણે અનિચ્છાએ મરે છે. આનું નામ અકામમરણ. [૧૧-૧૬]
હવે જ્ઞાની પુરુષનું સકામમરણ વર્ણવું છું તે સાંભળે. જે પુણ્યશાળી તથા સંયમી ઋષિઓએ પિતાનું જીવન જ્ઞાની પુરુષોએ બતાવેલા ધર્મમાગે વ્યતીત કર્યું હોય છે, તેઓનું મરણ પ્રસન્નતા ભરેલું તથા આદ્યાત વિનાનું હોય. છે. કારણ કે, તેમને નિશ્ચય હોય છે કે, મરણ બાદ તે ઉચ્ચ અથવા પરમગતિને પામવાની છે. તે મરણ બધા જ ભિક્ષુઓને હોય છે એમ પણ નથી, કે કોઈ જ ગૃહસ્થને નથી હોતું એમ પણ નથી. કારણ ઘણાય ભિક્ષઓ કરતાં કેટલાક ગૃહસ્થ શીલની બાબતમાં ચડિયાતા હોય છે. માત્ર મૃગચર્મ, નગ્નપણું, જટા, સંઘાટિલે કે મુંડનથી ઉત્તમ ભિક્ષુ બનાતું નથી. સુશીલ માણસ, પછી ભલે તે ભિક્ષુ હોય કે ગૃહસ્થ હોય, તો પણ ઉત્તમ ગતિને પામે છે. જે શ્રદ્ધાળ ગૃહસ્થ પિતાના આચારનિયમનું યથાતથ પાલન કરે છે, તે પણ ખરેખર સુશીલ જ
૧. ઉત્તરીય વસ્ત્ર (ખાસ કરીને બૌદ્ધ સાધુનું).
૨. મૂળમાં સામાયિક, પૌષધ આદિ શિક્ષાત્રતોને ઉલ્લેખ છે. અમુક કાળ પર્યત સ્થિર થઈ ધ્યાનાદિમાં બેસવારૂપી સામાયિક વ્રત; પ્રવૃત્તિઓના ક્ષેત્રને મર્યાદિત કરવારૂપી દેશાવકાશિક વ્રત; આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરી સાધુજીવન ગાળવારૂપી પૌષધ વ્રત અને શ્રમણનિગ્રંથને જોઈતી વસ્તુઓ પૂરી પાડવારૂપી અતિથિસંવિભાગવ્રત – એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. વિગત માટે જુઓ આ માળાનું યોગશાસ્ત્ર' પુસ્તક, પા. ૪૭-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org