________________
પરિષહે–બાવીસ વિને શ્રી સુધર્મસ્વામી કહે છે : હે આયુષ્મન ! જ્યાં સુધી ભિક્ષુ આંતર બાહ્ય દુર્બળતાઓ અને વાસનાઓને આધીન છે, ત્યાં સુધી તેનાથી જ્ઞાની પુરુષો પાસે માગ જાણવા છતાં આચરી શકાતો નથી. મહાવીર ભગવાને ભિક્ષુજીવનમાં સહેજે આવી પડતી એવી ૨૨ મુશ્કેલીઓ (પરિષહ) જણાવી છે, જેમની સામે અડગ ટકી રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યા વિના, મુમુક્ષુ માર્ગની શરૂઆતમાં જ ભાગી પડે છે. તે ૨૨ મુશ્કેલીઓ આ પ્રમાણે છે : - (૧) સુધા ભિક્ષુને આહારની બાબતમાં બહુ સાવચેત રહેવાનું હોય છે; અને નિર્દોષ તથા શુદ્ધ આહાર જ પ્રાપ્ત કરવાનો હોય છે. પરંતુ કોઈ વાર નિર્દોષ ભેજન મળવું મુશ્કેલ થઈ જાય, તે વખતે તેણે દીન બની જઈ, મર્યાદાનું ઉલ્લંઘન કરી, ગમે તેવું નિષિદ્ધ ભજન સ્વીકારી, ક્ષુધાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org