________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ (૮) સ્ત્રી કે મનુષ્યને આસક્તિનું મુખ્ય સ્થાન સ્ત્રી છે. જે બુદ્ધિમાન ભિક્ષુ તેનું સ્વરૂપ બરાબર સમજે છે, તેને શ્રમણપણું સહેલું છે, તથા તે આત્માની શોધમાં અડગ રહી શકે છે. [૧૬-૭]
(૯) પર્યા. [એટલે કે ગામેગામ પગપાળા ફરવું તે.] સાધુને એક જગાએ લાંબે વખત સ્થિર રહ્યા વિના નિરંતર વિચર્યા કરવાનું હોય છે. તેથી ઘણુ કંટાળી જાય છે. પરંતુ સંગને સર્વ દોષનું મૂળ જાણી, સાધુએ ગામ કે નગરમાં ગૃહસ્થીઓનો કે સામાન્ય મનુષ્યોનો સંસર્ગ ન રાખતાં, નિર્દોષ આહારપાણીથી નિર્વાહ કરતા કરતા, કોઈ એક મુકરર નિવાસસ્થાન રાખ્યા વિના, અપરિગ્રહી રહીને એકલા વિચરવું. [૧૮-૯]
(૧૦) નૈીિ [સ્મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈની ભૂમિ – સ્થાન] સાધુ જ્યારે એકાંત સ્થળમાં, બીજા કેઈને ત્રાસ ન થાય તેવી રીતે, ધ્યાનાદિ નિત્યકર્મ માટે બેસે, ત્યારે અનેક વિઘો આવી પડે તો પણ, પોતાનો સમય પૂરે થયા વિના ત્યાંથી ખસે નહિ. [૨૦-૧]
(૧૧) સચ્ચા ! રાત્રે સૂવા માટે જે એકાંત સ્થળ મળી આવે, તેમાં સારાનરસા પણાનો ખ્યાલ કર્યા વિના, “એક રાતમાં શું થઈ જવાનું છે' એમ વિચારી, ભિક્ષુ શાંતિથી રહે. [૨૨-૩]
સહેજ સહેજમાં સ્થાનાંતર કે ઊડાઊઠ કરનારે શાંતિ પામે જ નહીં, અને છેવટે વ્યગ્ર બની જઈ સુરક્ષિતતા શોધતો વ્રતથી પતિત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org