________________
૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે, તે શીધ્ર શીલભ્રષ્ટ થઈ સર્વ તરફથી તિરસ્કારને પામે છે. માટે, પિતાનું હિત ઈચ્છનાર મનુષ્ય પોતાની જાતને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ સ્થાપવી. તેમ કરનારે મુમુક્ષુ ઝટ દોષરહિત થઈ ઉત્તમ શીલ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. [૧-૭]
ગુરુ પાસે રહેનારા શિષ્ય, તેમની આગળ પિતાનું ડહાપણ ડહોળવાને બદલે, ગુરુના વિચાર તથા તેમના શબ્દોને ભાવ જાણવાની ઈચ્છા રાખવી. કારણકે, આચાર્યોએ ધર્મથી મેળવેલા અને હંમેશ આચરેલા વ્યવહારને અનુસરનારો શિષ્ય નિંદાપાત્ર થતો નથી. ઘણું મૂર્ખ શિષ્ય, જ્ઞાનીનો સહવાસ મળ્યા છતાં મુદ્ર મનુષ્ય સાથે સંબંધ, હાસ્યક્રીડા, અને વાર્તાલાપ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય કાઢી નાખે છે. પરંતુ સમજુ શિષ્ય તે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, પિતાના કલ્યાણમાં ઉપયોગી વસ્તુઓ સશુરુ પાસેથી શીખી લેવાની ચીવટ રાખવી. [૮-૧૦,૪ર-૩,૩૦]
જ્ઞાની પુરુષોના સહવાસમાં રહ્યા છતાં, જે સાંસારિક ભાવથી અને ક્રિયાઓથી વિરત થવામાં ન આવે, તે સત્સંગનું કશું ફળ નીપજતું નથી. માટે સમજુ મનુષ્ય, જ્ઞાનીનો સહવાસ સ્વીકાર્યા બાદ તે અતિ હીનકર્મો : તથા અન્ય પાપપ્રવૃત્તિઓને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પાપી ભાવો જાગ્રત થાય તેવાં સ્થાનો કે પ્રસંગેથી જ
૧. મૂળ: “ચંડાલિય' – ચંડાળનાં કર્મો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org