________________
વિનય-શિષ્યધર્મ
શ્રી સુધર્મસ્વામી કહે છે?
હે આયુમન (જંબુસ્વામી), આંતર બાહ્ય બંધનોને ત્યાગ કરી, (મોક્ષને અર્થે) ઘરબાર વિનાના બનેલા મુમુક્ષને આચાર ભગવાન મહાવીરે જે પ્રમાણે વર્ણવી બતાવ્યો છે, તે પ્રમાણે હું યથાનુક્રમે કહી સંભળાવું છું; તે તમે (બધા) ધ્યાનપૂર્વક સાંભળે. | મુમુક્ષુએ સૌથી પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારવું અને હંમેશા તેમના સાન્નિધ્યમાં જ રહી, તેમણે બતાવેલા માર્ગને અનુસરવો. તેમ કરવાને બદલે જે મૂઢ, “હું બધું જાણું છું,' એવા અભિમાનથી પોતાના છંદને જ અનુસરે
૧. મૂળઃ વિનચા વિનય = આચાર. અહીં મુખ્યત્વે શિષ્યનો આચાર –“શિષ્યધર્મ – વર્ણવેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org