________________
છે (૭) મહાવ્રતો
પહેલા વિભાગનાં સાધુઓ માટે પાંચ મહાવ્રતો છે. બીજા વિભાગના સાધુઓ માટે ચાર છે યામ છે.
(૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત આ પાંચ મહાવ્રત સાધુઓ માટે છે. શ્રાવકોને તે પાંચ અણુવ્રતો રૂપે છે.
બીજા વિભાગના સાધુઓ માટે ચતુર્યામ છે. પૂર્વોક્ત પાંચ મહાવ્રતોમાં અહીં ચોથું-પાંચમું (સ્ત્રી એ પણ એક પ્રકારનો પરિગ્રહ છે માટે પરિગ્રહ વિરમણમાં-મૈથુન વિરમણ સમાઈ જાય એ રીતે) સંકલિત બની જાય છે. પહેલા વિભાગના સાધુઓમાં કેટલાક ઋજુ તથા જડ અને વક્ર છે. તેથી કોઈ કહે કે પરિગ્રહની પ્રતિજ્ઞામાં સ્ત્રી વગેરે ન આવે. આથી સર્વથા મૈથુન વિરમણ વ્રત - ચોથું જુદું કરીને મૂકવામાં આવ્યું અને છેલ્લું પાંચમું સર્વથી પરિગ્રહ વિરમણ વ્રત પણ જુદું રાખવામાં આવ્યું.
(૨૩)