Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવનિ.૫૨૩, વિશેષા.૧૯૦૮, આવચૂ.૧.પૃ.૩૨૦, કલ્પજ.પૃ.૯૬. ૭. પાલગ કાલસોયરિયનો પુત્ર અને અભઅ(૧)નો મિત્ર.૧ જુઓ સુલસ. ૧. આવહ.પૃ.૬૮૧.
પાલય (પાલક) જુઓ પાલગ(૬).૧
૧. જમ્મૂ.૧૧૫, આવચૂ.૧.પૃ.૩૨૦.
પાલાસઅ (પાલાશક) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલી વસાહત. આ સ્થાનના તેત્રીસ વેપારીઓ તપસ્યા કરી મૃત્યુ પામ્યા અને ચમર(૧)ના આધિપત્ય નીચેના તાયતીસગ (ત્રાયશ્રિંશક) દેવો તરીકે પુનર્જન્મ પામ્યા.
૧. ભગ.૪૦૪.
પાલિત્ત (પાદલિપ્ત) રાજા મુરુંડ(૨)ના સમકાલીન આચાર્ય. જ્યારે બધા વૈદ્યો નિષ્ફળ ગયા ત્યારે પાલિત્તે મન્ત્રબળે રાજા મુરુડનું તીવ્ર શિરદર્દ મટાડ્યું.' તે શાસ્ત્રો અને વિદ્યાઓમાં નિષ્ણાત હતા અને આશ્ચર્યજનક કાર્યો પાર પાડતા કે કરતા. એક વાર તેમણે રાજાની બેનની પ્રતિમા બનાવી અને તેમાં યાંત્રિક કરામત ગોઠવી. તે પ્રતિમા ચાલતી, આંખો મટમટાવતી અને વીંજણો વીંઝતી. રાજા તો તે જોઈ આશ્ચર્યથી ચકિત થઈ ગયા. કહેવાય છે કે પાલિત્તે કાલજ્ઞાન' ગ્રંથની રચના કરી હતી અને જ્યોતિષકરણ્ડક ઉપર ટીકા લખી હતી. પ્રભાવકચરિત્રના ઉલ્લેખ પ્રમાણે આચાર્ય કોશલ નગરના ફુલ્લ શેઠ અને તેમની પત્ની પ્રતિમાદેવીના પુત્ર હતા.તેમનું મૂળ નામ નાગેન્દ્ર હતું. તેમણે આઠ વર્ષની ઉંમરે નાગહસ્તિના શિષ્ય-ભાઈ સંગમસિંહ પાસે દીક્ષા લઈ શ્રામણ્ય સ્વીકાર્યું હતું. મણ્ડનગણીએ તેમને ભણાવ્યા હતા અર્થાત્ તે તેમના વિદ્યાગુરુ હતા. દીક્ષાના દસ વર્ષ પછી તે આચાર્ય બન્યા.
૫
૧. નિશીચૂ.૩.પૃ.૪૨૩, પિંડની.૪૯૮- |૩. બૃભા.૪૯૧૫, બૃસે.૧૩૧૬. ૯૯, જીતભા.૧૪૪૪. ૪. સૂર્યમ.પૃ.૭૩, જીવામ.પૃ.૧૨૨.
૨. આવચૂ.૧.પૃ.૫૫૪, નન્દિમ.પૃ.
૫. વ્યવમ.૨.પૃ.૯૧.
૬.
જુઓ પ્રકરણ પાંચમું.
૪૭
૧૬૨.
પાલિત્તગ અથવા પાલિત્તય (પાદલિપ્તક) જુઓ પાલિત્ત.
૧. આવચૂ.૨.પૃ.૫૫૪, બૃભા.૪૯૧૫, પિંડનિ.૪૯૮.
પાલિય (પાલિત) ચંપા નગરીના શેઠ. તે શ્રાવક હતા અને તેમને સમુદ્દપાલ નામનો પુત્ર હતો.૧
૧. ઉત્તરા. ૨૧.૧, ઉત્તરાચૂ.પૃ.૨૬૧.
પાવસમણિજ્જ (પાપશ્રમણીય) ઉત્તરજ્ઞયણનું સત્તરમું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org