Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમનાથી શરૂ થઈ. તેમને ચાર શિષ્ય હતા – ણાઇલ(૧), પોમિલ, જયંત(૧) અને
-
તાવસ(૩).૩
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૫,૨૬૩,
આવચૂ.૧.પૃ.૪૦૫, કલ્પશા.પૃ.
૨. કલ્પ. અને કલ્પવિ. પૃ. ૨૬૩.
૩. કલ્પ.પૃ.૨૫૫.
૨૦૪.
૧. વઇરસેણા (વજસેના) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ઓગણીસમું અધ્યયન.
૧. શાતા.૧૫૩.
૨. વઇરસેણા ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિર્થંકર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. તે મૃત્યુ પછી કિણ્ણ૨(૧)ની મુખ્ય પત્ની બની. તેનું બીજું નામ રતિસેણા હતું.ર
૧
૧. શાતા.૧૫૩.
૨. ભગ.૪૦૬.
૩. વઇરસેણા ણંદણવણમાં આવેલા સાગરચિત્ત શિખરની અધિષ્ઠાત્રી દેવી. આ અને વારિઅસેણા(૩) એક છે.
૧. જમ્મૂ.૧૦૪.
વઇરાડ (વૈરાટ) મચ્છ દેશનું પાટનગર. તેની એકતા રાજસ્થાનના જયપુર વિભાગમાં આવેલા બૈરાત (Bairat) સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રચૂ.પૃ.૩૫૫, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા. ૩૭.
૨. લાઇ.પૃ.૩૫૦.
વઇરાવત્ત (વૈરાવર્ત) વઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
વઇરી (વજ્ર) આચાર્ય વઇ૨(૨)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જવયરી એક છે. કોડિયગણ(૨)ની ચાર શાખાઓમાંની આ એક છે.
૧
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૪, ૨૬૦, ૨૬૩.
વઇરુત્તરવšિસગ (વૈરોત્તરાવતંસક) વઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
વઇરુટ્ટા (વૈરોટ્યા) રક્ષક દેવી.
૧. આવ.પૃ.૧૯.
Jain Education International
૧. વઇરોયણ (વૈરોચન) એક લોગતિય સ્વર્ગીય વાસસ્થાન જયાં વણ્ડ(૩) દેવો વસે છે. અહીં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. આ વાસસ્થાન બંભલોઅમાં આવેલું છે.
૧. ભગ.૨૪૩.
૧
૨. સમ.૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org