Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સગ સગ રાજાનું રાજ અર્થાત્ સગ લોકોનું ભરહ(૨) ક્ષેત્ર ઉ૫૨ શાસન મહાવીરના નિર્વાણ પછી છ સો પાંચ વર્ષ અને પાંચ મહિના પછી શરૂ થયું.૧ આચાર્ય કાલગ(૧) સગોને ઉજ્જૈણી લાવ્યા.૨
૧. તીર્થો.૬૨૩.
૨. વ્યવભા.૧૨.પૃ.૯૪.
૧. સગડ (શકટ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.
૧. વિપા.૨.
૨. સગડ સાહઁજણી નગરના શેઠ સુભદ્દ(૨) અને ભદ્દા(૪)નો પુત્ર. તેના પૂર્વભવમાં તે છણિય હતો. પોતાના માબાપના મૃત્યુ પછી સગડ ગણિકા સુદંસણા(૨) સાથે રહેવા લાગ્યો. થોડા વખત પછી મંત્રી સુસેણ(૨)એ ગણિકા સુદંસણાને પોતાના ઘરમાં રાખી અને સગડને એકલો છોડી દીધો. ગણિકામાં આસક્ત હોવાના કારણે સગડે યુક્તિ કરી ગમે તે રીતે મન્ત્રીના ઘરમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ સગડ અને સુદંસણા કામસુખ ભોગવતા પકડાઈ ગયા. તે બન્નેને મૃત્યુદંડ દેવામાં આવ્યો. ભાવી જન્મમાં તે બન્ને જોડિયા ભાઈ-બેન તરીકે જન્મ્યા પણ પતિ-પત્ની તરીકે જીવ્યા.૧
૧
૧. વિપા.૨૨,૨૩.
૧
૩. સગડ કમ્મવિવાગદસાનું ચોથું અધ્યયન. આ અને સગડ(૧) એક છે.
૧. સ્થા. ૭૫૫.
સગડભદ્દિઆ (શકટભદ્રિકા) એક લૌકિક શાસ્ત્રનો ગ્રન્થ.૧
૧. નન્દ્રિ.૪૨, અનુ.૪ ૪૧.
સગડમુહ (શકટમુખ) પુરિમતાલ નગરના પરિસરમાં આવેલું ઉદ્યાન, ઉસહ(૧)ને તેમાં કેવલજ્ઞાન થયું હતું.' મહાવીર આ ઉદ્યાનમાં આવ્યા હતા.૨ ૧. જમ્મૂ.૩૧, આવમ.પૃ.૨૨૮, આવહ.પૃ.૨૧૧.
૨. આવચૂ.૧.પૃ.૨૯૫, આવમ.પૃ.૨૮૪.
સગડાલ (શકટાલ) પાડલિપુત્તના રાજા મહાપઉમ(૮)નો મન્ત્રી. રાજ્યના ઉત્કર્ષ અને કલ્યાણમાં તેમને ઉત્કટ રસ હતો. તેમને બે પુત્રો હતા – થૂલભદ્દ અને સિરિયઅ. જક્ખા, જદિણા(૧), ભૂયા(૨), ભૂયદિણા(૧), સેણા(૧), વેણા અને રેણા
આ સાત તેમની પુત્રીઓ હતી. બાહ્મણ કવિ વરરુઇને સગડાલ સાથે દુશ્મનાવટ થઈ હતી, તેથી તેણે સગડાલના આખા કુટુંબનો નાશ કરવા ષડ્યન્ત્ર રચ્યું. રાજ્યને તેમ જ પોતાના કુટુંબને બચાવવા માટે સગડાલે પોતાના પુત્ર સિરિયઅને રાજા સમક્ષ પોતાનો વધ કરી નાખવાનો આદેશ આપ્યો. પુત્રે પિતાની આજ્ઞા મુજબ કર્યું.
૧
૧. આચૂ.૨.પૃ.૧૮૩થી, આવિન.૧૨૭૯, આવહ.પૃ.૬૯૩-૯૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પ.પૃ.૧૬૩, કલ્પેશા પૃ.૧૯૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org