Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૬
સાલવાહણ (શાલવાહન) આ અને સાયવાહણ એક છે.૧
૧. વ્યવભા.૬.૧૯૮, આવનિ.૧૨૯૯, આવચૂ.૨.પૃ.૨૦૦, કલ્પચૂ.પૃ.૮૯. સાલા (શાલા) પુરિમતાલ નગરની ઉત્તરપૂર્વમાં આવેલું કોતર. ત્યાં ચોરોના સરદાર વિજય(૧૬) અને તેની ટોળીનો વાસ હતો.
૧. વિપા.૧૫.
૧. સાલિ (શાલિ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો સાતમો ઉદ્દેશક.૧
૧. ભગ.૨૨૯, ભગત.પૃ.૨૫૦.
૨. સાલિવિયાહપણત્તિના એકવીસમા શતકનો પ્રથમ વર્ગ.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ.૬૮૮, ભગઅ.પૃ.૮૦૧.
સાલિગ્ગામ (શાલિગ્રામ) મગહ દેશનું ગામ. શંદિસેણ(૫) આ ગામના હતા.
૧
૧. આવચૂ.૨.પૃ.૯૪.
૧. સાલિભદ્દ (શાલિભદ્ર) રાજગૃહના શેઠ ગોભદ્ર અને તેની પત્ની ભદ્રાનો પુત્ર. તેને બત્રીસ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યા હતો. તે અત્યન્ત ધનવાન હતો અને બધા દુન્યવી ભોગો ભોગવતો હતો. તેની સમૃદ્ધિ પૂર્વભવમાં તેણે શ્રમણને ભિક્ષા આપી હતી તેને કારણે હતી. એક વાર શ્રેણિક પોતે તેને મળવા તેના ઘરે ગયા. જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે જગતમાં કોઈક એવો છે જે શ્રેણિક સમાન છે, અરે ! શ્રેણિકથી પણ ચડિયાતો છે, ત્યારે તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે તિત્થયર મહાવીરનો શિષ્ય બની ગયો. તેના બનેવી ધન્ય પણ તેની સાથે જોડાઈ ગયા. તે બન્નેએ ણાલંદા નજીક વૈભારગિરિ પર્વત પાસે એક શિલા ઉપર તપશ્ચર્યા કરી અને બન્ને મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા.
૧. સ્થાઅ.પૃ.૫૧૦, બૃભા.૪૨૧૯, ૪૨૨૩, આવ.પૃ.૨૭, આવચૂ.૧.પૃ.૩૭૨, આચાચૂ.પૃ.૧૩૯, આચાશી.પૃ.૧૮૩, રાજમ પૃ.૧૧૮.
મ૨.૪૪૪-૪૪૭.
૨.
૨. સાલિભદ્દ જેણે કવિલ(૪) માટે પોતાના ઘરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી તે સાવથીનો શેઠ.૧
૧. ઉત્તરાચૂ.પૃ.૧૬૯, ઉત્તરાશા.પૃ.૨૮૭, ઉત્તરાક.પૃ.૧૬૮.
૩. સાલિભદ્દ અણુત્તરોવવાઇયદસાનું છઠ્ઠું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી. તેમાં સાલિભદ્દ(૧)ના જીવનવૃત્તનું નિરૂપણ હશે એમ લાગે છે.
૧. સ્થા.૭૫૫.
૨. સ્થાઅ પૃ.૫૧૦. ૪. સાલિભદ્દ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.૧
*
૧. ભગ.૧૬૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org