Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. સીઆ ચોથા વાસુદેવ(૧) પુરિસુત્તમની માતા.'
૧. સમ. ૧૫૮, તીર્થો ૬૦૩. ૭. સીઆ રામ(૨)ની પત્ની. રાવણે તેનું અપહરણ કર્યું હતું અને તેના કારણે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. તેની ગણના સતીઓમાં થાય છે.
૧. પ્રશ્રજ્ઞા.પૃ.૮૬, પ્રશ્ન.૧૬, આચાચૂપૃ.૧૮૭, નિશીયૂ.પૂ.૧૦૪.
૨. આવ.પૃ. ૨૮. સીઆમુહરણ (સીતામુખવન) મહાવિદેહમાં સીઆ(૧) નદીના બન્ને કાંઠા ઉપર આવેલું વન. દક્ષિણ દિશામાં આવેલું વન સીઆ નદીની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, સિહ પર્વતની ઉત્તરે અને વચ્છ(૬) પ્રદેશની પૂર્વે છે. ઉત્તર દિશામાં આવેલું વન સીઆ નદીની ઉત્તરે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પુખલાવઈ પ્રદેશની પૂર્વે અને શીલવંત પર્વતની દક્ષિણે છે. ૧
૧. જખૂ.૯૫. સીઓઅ (શીતોદ) માલવંત(૧) પર્વતનું શિખર.'
૧. જખૂ.૯૧. સીઓઅદીવ (શીતોદદ્વીપ) સીઓઅપવાયકુંડમાં આવેલો દ્વીપ.'
૧. જખૂ.૮૪. સીઓઅપ્પવાયકુંડ (શીતોદપ્રપાતકુણ્ડ) શિસહ પર્વત પરથી ઊતરતી સીઓઆ નદીના પાતથી બનેલું તળાવ. તેના મધ્યમાં સીઓઅદીવ દ્વીપ આવેલો છે. તળાવની ઉત્તર બાજુએથી સઓઆ નદી પુનઃ નીકળે છે અને દેવકુરુ તરફ વહે છે.'
૧. જખૂ.૮૪. ૧. સીઓઓ (શીતોદા) મહાવિદેહમાં વહેતી નદી. તે ણિસહ પર્વત ઉપર આવેલા તિથિંચિ સરોવરની ઉત્તર બાજુમાંથી નીકળે છે. પછી તે સીઓઅપ્પવાયકુંડમાં પડી તેની ઉત્તર બાજુમાંથી પુનઃ નીકળે છે. પછી તે દેવકુરુ, ભદ્રસાલવણ(૧)માં વહીને મંદર પર્વતની પશ્ચિમ તરફ આગળ વધે છે. પછી વિક્લપ્પભ(૧) પર્વતને વીંધીને અવરવિદેહ(૧)ના બે ભાગ કરતી જયંત(૨) દ્વાર તરફ વહીને પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે.' ૧. જખૂ.૮૪, ૯૫, ૯૬ , પ્રશ્ન. ૨૭, જ્ઞાતા.૬૪,સમ.૧૪, જીવા.૧૪૧, ૧૫૪, તીર્થો.
૨૨૦, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫, સ્થા.૫૫૫. ૨. સીઓઆ રિસહ પર્વતના સીઓઆકૂડ(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી., વિજુષ્પભ(૧)ના સીઓઆફૂડ શિખરની અધિષ્ઠાત્રી દેવીનું પણ આ જ નામ છે.” ૧. જબૂ.૮૪.
૨. જબૂ.૧૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org