Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૬૧
૪. સુદ્ધદંત રાજા સેણિય અને રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને તિત્શયર મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે અણુત્તરવિમાણમાં દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. અનુત્ત.૨.
૧
સુદ્ધભૂમિ (શુદ્ધભૂમિ) આ અને સુક્ષ્મભૂમિ એક છે. જુઓ લાઢ.
૧. આવચૂ.૧.પૃ.૨૯૬.
સુદ્ધોદણ (શુદ્ધોદન) બુદ્ધ(૧)ના પિતા.૧
૧. આવચૂ.૧.પૃ.૫૪૨, આવહ.પૃ.૪૧૨.
સુદ્ધોદણસુત (શુદ્ધોદનસુત) સુદ્ધોદણના પુત્ર બુદ્ધ(૧).૧
૧. આવચૂ.૧.પૃ.૫૪૨.
સુધમ્મ(સુધર્મન્) જુઓ સુહમ્મ.
૧
૧. આવિન.૫૯૪, દશચૂ.પૃ.૬, કલ્પચૂ.પૃ.૧૦૪, તીર્થો.૭૧૧, સૂત્રચૂ.પૃ.૩૧, ૧૫૫, કલ્પધ.પૃ.૧૫૨.
સુધમ્મા (સુધર્મા) જુઓ સુહમ્મા.
૧. સમ.૫૧, જીવા.૧૪૩, સૂર્ય ૯૭.
૧. સુપઇક્ર (સુપ્રતિષ્ઠ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું તેરમું અધ્યયન.
૧. અન્ન.૧૨.
૨. સુપઇટ્ટ તિત્ફયર મહાવીરે સાવત્થીના જે શ્રેષ્ઠીને દીક્ષા આપી હતી તે શ્રેષ્ઠી. તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.
૧. અન્ન.૧૪.
૩. સુપઇટ્ટ તિત્શયર પાસ(૧)ના સંઘમાં દાખલ થનાર સાવત્થીના શેઠ. મૃત્યુ પછી તે સૂર(૧) તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧
૧. નિર.૩.૨, સ્થાઅ.પૃ.૫૧૨.
૪. સુપઇટ્ટ ભાદ્રપદ મહિનાનું બીજું નામ.૧
૧. સૂર્ય.૩૩, જમ્મૂ.૧૫૨.
૧
૫. સુપઇટ્ટ એરવય(૧)માં આવેલું સ્થળ જ્યાં તે ક્ષેત્રના વીસ તિર્થંકર મોક્ષ પામ્યા.
૧. તીર્થો.૫૫૨.
૧
૬. સુપઇઢ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર. ત્યાં રાજા મહાસેણ(૬) રાજ કરતા હતા. ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા.ર સંભવતઃ આ નગર અને સુપઇટ્ટપુર એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org