Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સક્કમય (શાક્યમત) બૌદ્ધમત કે બૌદ્ધમતનો ગ્રન્થ.૧
૧. નિશીભા.૩૩૫૪.
સક્કમહ (શક્રમહ) હિંદુ દેવ ઇન્દ્ર શક્રનો ઉત્સવ. આ ઉત્સવનાં સર્વસામાન્ય લક્ષણો મદ્યપાન અને બલિદાન હતાં.૧
૧. નિશીભા.૧૬૦૮, બૃભા.૫૬૦૬, વ્યવભા.૪.૪૧૨, વ્યવમ.૩.પૃ.૧૧૬. સક્કરપ્પભા (શર્કરપ્રભા) આ અને સક્કરાભા એક છે.
૧. અનુ.૧૦૪, અનુહે.પૃ.૮૯.
સક્કરા (શર્કરા) આ અને સક્કરાભા એક છે.
૧. પ્રજ્ઞા.૧૫.
સક્કરાભ (શર્કરાભ) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧.
સક્કરાભા (શર્કરાભા) બીજી નરકભૂમિ. તેનું નામ વંસ અને ગોત્રનામ સક્કરપ્પભા છે.
૧. ઉત્તરા.૩૬.૧૫૭, ઉત્તરાશા.પૃ.૬૯૭, ભગઅપૃ.૧૩૦.
૨. જીવા.૬૭.
સક્કસ્સઅગમહિસી (શક્રસ્યઅગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો નવમો વર્ગ. તેમાં આઠ અધ્યયનો છે.
૧
૧. શાતા.૧૪૮.
૨. જ્ઞાતા.૧૫૭.
૧. સક્કા (શક્રા) એક વિજ્જુકુમારિમહત્તરિઆ દેવી.
૧. સ્થા.૫૦૭,
૩૭૯
૧
૨. સક્કા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. ણાયાધમ્મકહામાં તેનો ઉલ્લેખ નથી. તે અને સુક્કા એક છે.
૧. સ્થા.૫૦૮, ભગ.૪૦૫.
૨. જ્ઞાતા.૧૫૧.
સક્કુલિકણ (શષ્કૃલિકર્ણ) આ અને સંકુલિકણ એક છે.
૧
૧. પ્રજ્ઞા.૩૬.
૧. સગ (શક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. કેટલાક તેની એકતા સોગ્નિઆના (Sogdiana) સાથે સ્થાપે છે, કેટલાક પામીર સાથે સ્થાપે છે, તો કેટલાક કાસ્પીઅન સમુદ્રની પૂર્વમાં આવેલા દેશ સાથે છે. પરંતુ તે અને સગ(૨) એક લાગે છે.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, ઉત્તરાયૂ.પૃ.૧૯૦, નિશીભા.૫૭૨૭. ૨. જિઓડિ.પૃ.૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org