Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૦૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.૧૫૯, સરઊ (સરયૂ) ગંગા નદીને મળતી પાંચ મુખ્ય નદીઓમાંની એક. તેની એકતા ઔધ (Oudh)માં વહેતી નદી ઘગ્રા (Ghagra) સાથે સ્થાપવામાં આવી છે.
૧. સ્થા.૪૭૦,નિશી. ૩.પૃ.૩૬૪,ધૃ.૧૪૮૭. ૨. જિઓડિ.પૃ. ૧૮૧. સરપાહુડ (સ્વરપ્રાભૃત)(૧) પુવૅગયનું એક અધ્યયન તેમજ (૨) તેના આધારે રચાયેલી એક સ્વતંત્ર કૃતિ.૧
૧. અનુયૂ.પૂ.૪૫, જીવામ-પૃ.૧૯૪, સ્થાઅ.પૃ.૩૯૫. સરવણ (શરવન) એક સંનિવેશ જ્યાં ગોસાલ ગોબહુલની ગૌશાળામાં જન્મ્યો હતો.' ૧. ભગ.૫૪૦, વિશેષા. ૧૯૨૮, આવનિ.૪૭૪, આવયૂ.૧પૃ.૨૮૨, આવહ. પૃ.
૧૯૯, કલ્પવિ.પૃ. ૩૭, આવમ.પૃ. ૨૭૬ . ૧. સરસ્સઈ (સરસ્વતી) ઉસભપુર(૨)ના રાજા ધણાવહ(ર)ની પત્ની અને રાજકુમાર ભદણંદી(૨)ની માતા.૧
૧. વિપા.૩૪. ૨. સરસ્સઈ આચાર્ય કાલગની બહેન. વિસ્તૃત માહિતી માટે જુઓ કાલગ(૧).
૧. કલ્પસ.પૃ.૨૮૪થી. ૩. સરસ્સઈયાત્રા માટે પવિત્ર નદી. આણંદપુરના લોકો ત્યાં ઉત્સવો ઉજવતા.તેની એકતા પ્રભાસ સરસ્વતી સાથે સ્થાપવામાં આવી છે જે આબુ પર્વતમાંથી નીકળી કચ્છના રણ તરફ વહે છે. ૧. આચાચૂ.પૃ.૩૩૨, બૃ.૮૮૪.
૨. જિઓડિ.પૃ.૧૮૧. ૪. સરસ્સઈ ણાયાધમ્મકહાના બીજા શ્રતસ્કન્ધના પાંચમા વર્ગનું બત્રીસમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૩. પ. સરસ્સઈ ગંધવ દેવોના બે ઈન્દ્ર છે – ગયજસ અને ગીયરઈ. ગયજસને ચાર મુખ્ય પત્નીઓ છે. તેમાંથી એકનું નામ સરસઈ છે. તેવી જ રીતે ગીયરઈને પણ ચાર મુખ્ય પત્નીઓ છે અને તેમાંથી એકનું નામ સરસ્સઈ છે. આ બન્ને સરસ્સઈ પૂર્વભવમાં શેઠની પુત્રીઓ હતી.૨
૧. ભગ.૪૦૬ સ્થા. ૨૭૩ ૨. જ્ઞાતા.૧૫૩. ૧. સરીર (શરીર) વિવાહપણત્તિના ચૌદમા શતકનો ત્રીજો ઉદેશક.'
૧. ભગ.૫૦૦. ૨. સરીર પણવણાનું બારમું પદ (પ્રકરણ).'
૧. પ્રજ્ઞા.ગાથા પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org