Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાણ (સસ્થાન) અણુત્તરોવવાયદસાનું પાંચમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી.
૧. સ્થા. ૭૫૫. સદ્વિતંત ષષ્ટિન્ટ) કવિલ(૩)ના નામે ચડેલો અજૈન મતનો (સાંખ્ય મતનો) ગ્રન્થ. તેનો સમાવેશ મિથ્યા શ્રુતના શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.' ૧. ભગ.૯૦, ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૩, આચાશી.પૃ.૧૪૫, જ્ઞાતા.૫૫, અનુ.૪૧,
વિશેષાકો પૃ.૧૨૮, ૨૦૪, નન્દિ.૪૨, આવયૂ.૧,પૃ.૨૨૮, ૨૩૭, કલ્પવિ.પૃ.૨૨,
આવમ.પૃ.૪૯, ૨૪૭, આવહ.પૃ. ૨૬, ૧૭૧. સડૂઢઇ (શ્રાદ્ધકિન) પિતૃઓને પિંડદાન કરી શ્રાદ્ધ કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. ૧. સર્ણકુમાર (સનકુમાર) ત્રીજી સ્વર્ગભૂમિ જેમાં બાર લાખ ભવનો યા વાસસ્થાનો છે.' અહીં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય બે સાગરોપમ વર્ષનું છે.
૧. જખૂ. ૧૧૮, પ્રજ્ઞા.૫૩, સમ.૫૨, વિશેષા.૧૮૦૯.
૨. સમ. ૨,૭,૧૦૯, સ્થા.૧૧૩, ૫૩૨, અનુ. ૧૩૯. ૨. સર્ણકુમાર સર્ણકુમાર સ્વર્ગભૂમિનો ઈન્દ્ર. તેને તેના આધિપત્ય નીચે બાર લાખ ભવનો યા વાસસ્થાનો, બોતેર હજાર સામાણિય દેવો વગેરે છે. જયારે સક્ક(૩) અને ઈસાણિંદ વચ્ચે વિવાદ ઊભો થાય છે ત્યારે તે લવાદ તરીકે કામ કરે છે. તિર્થીયર મહાવીરને તે વંદન કરવા ગયા હોવાનો ઉલ્લેખ છે.
૧. પ્રજ્ઞા.પ૩, ભગ.૪૦૪, ૫૨૦, ભગઅ.પૃ. ૬૦૩, વિશેષા. ૧૯૭૮, જખૂ.૧૧૮. ૨. ભગ,૧૪૧.
૩. આવનિ.૫૨૦, ૩ર૩, આવયૂ.૧.પૃ.૩૧૬, ૩૨૦, આવમ.પૃ.૨૯૬ ૩. સર્ણકુમાર વર્તમાન ઓસપિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવટ્ટિઓમાંના ચોથા. તે તિર્થીયર સંતિ પહેલાં અને ધમ્મ(૩) પછી થયા. તે હત્થિણા ઉરના રાજા આસણ(૧) અને તેમની રાણી સહદેવીના પુત્ર હતા.૩ જયા(૨) તેમની મુખ્ય પત્ની હતી. તે બહુ રૂપાળા હતા અને તેથી સોહમ્મ(૧) દેવલોકના ઈન્દ્ર સક્ક(૩)એ પણ તેમની પ્રશંસા કરી હતી. જ્યારે તેમને તેમના રૂપનું
અભિમાન થયું ત્યારે તરત જ પછીની ક્ષણે તેમનું શરીર કદરૂપું બની ગયું અને તેમને દુન્વયી શક્તિની નિરર્થકતા સમજાઈ, પરિણામે તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ
સ્વીકાર્યું. મૃત્યુ પછી તે સણકુમાર દેવલોકમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org