Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૪૨
આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧૬.
વિયાહ (વ્યાખ્યા) આ અને વિયાહપણત્તિ એક છે. ૧. સમ.૧૪૦, નચૂિ.પૃ.૬૫.
વિયાહચૂલા (વ્યાખ્યાચૂલા) જુઓ વિયાહચૂલિયા.
૧. નન્દ્રિચૂ.પૃ.૫૯.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨
૧. વિયાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા) વિયાહપણત્તિનું પરિશિષ્ટ.' એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ તરીકે તેની સ્વતન્ત્ર ગણના કરવામાં આવી છે. જે શ્રમણનો શ્રામણ્યપાલનનો કાળ અગિયાર વર્ષ પૂરો થઈ ગયો હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણાવી શકાય.
૧. નન્દિમ.પૃ.૨૦૬, નન્દિચૂ.પૃ.૫૯, નન્દિહ.પૃ.૭૩, સ્થાઅ.પૃ.૫૧૩. ૨. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૫.
૩. વ્યવ.૧૦.૨૫, વ્યવ(મ).૧૦.૨૬ અને તેના ઉપરનું વ્યવભા.
૨. વિયાહચૂલિયા સંખેવિતદસાનું એક અધ્યયન.` આ અને વિયાહચૂલિયા(૧) અભિન્ન લાગે છે.
૧. સ્થા.૭૫૫.
વિયાહપણત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) બાર અંગ(૩) આગમ ગ્રન્થોમાંનો પાંચમો અંગ આગમગ્રન્થ. અભયદેવસૂરિએ પોતાની વૃત્તિમાં આ નામની વ્યાખ્યા અનેક રીતે કરી
૨
છે. આ અંગ ગ્રન્થ એકતાલીસ શતકોમાં વિભક્ત છે. પંદરમા શતક સિવાયના બાકીના બધાં શતકો ઉદ્દેશકોમાં વિભક્ત છે. એકવીસમા શતકમાં આવા આઠ ઉદ્દેશકો
છે.
૧
3
સમવાય અનુસાર વિયાહપણત્તિમાં એક સોથી અધિક અધ્યયનો છે, દસ હજા૨ ઉદ્દેશો છે, દસ હજાર સમુદ્દેશો છે, છત્રીસ હજાર વ્યાકરણો છે અને ચોરાશી હજાર પદો છે, જ્યારે નંદી અનુસાર અધ્યયન વગેરેની સંખ્યામાં ભેદ નથી પરંતુ પદોની સંખ્યામાં ભેદ છે અર્થાત્ નંદી અનુસાર પદોની સંખ્યા બે લાખ અઠ્યાસી હજા૨ છે. અભયદેવસૂરિ નંદીના મત સાથે સંમત છે." અભયદેવસૂરિની વૃત્તિના અંતે ઉલ્લેખ છે કે વિયાહપત્તિમાં ૧૩૮ શતકો છે અને ૧૯૨૫ ઉદ્દેશો છે. વૃત્તિમાં એક ગાથા ઉષ્કૃત કરવામાં આવી છે જેમાં કહ્યું છે કે આ અંગમાં ચોરાશી લાખ પદો છે.
€
આ અંગ ગ્રન્થની વિષયવસ્તુ અનેક વિષયોને સ્પર્શે છે. તેમાં તત્ત્વજ્ઞાનસંબંધી, આચારસંબંધી, જ્ઞાનસંબંધી, તર્કસંબંધી, લોકસંબંધી, ગણિતસંબંધી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org