Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વેમાણિય (વૈમાનિક) દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર. તેના બે પેટાભેદો છે – કપ્પોવગ અને કપ્પાઈય.૨
૧
---
૧. ભગ.૧૧૫, ૪૭૩, અનુ.૧૪૪, જીવા.૪૨, સ્થા.૨૫૭, આવહ.પૃ.૧૨૫. ૨. અનુ.૧૨૨, પ્રજ્ઞા.૩૮.
વેય (વેદ) રિઉદ્ધેય, જઉદ્ધેય, સામવેય અને અથવ્વણવેય આ ચારનું સમૂહવાચક નામ.પરિવ્રાજકો તેમના જ્ઞાતા ગણાય છે.૧
૧. જ્ઞાતા.૫૫, ઔપ.૩૮.
૧. વેયઢ (વૈતાઢ્ય) પર્વતોનો એક પ્રકાર. તેના બે પેટાભેદો છે – વટ્ટવેયઢ (વૃત્તવૈતાઢા) અને દીહવેય (દીર્ધદ્વૈતાઢ્ય). જંબુદ્દીવમાં ચાર વવેયઢ પર્વતો છે. તે છે—સદ્દાવઇ(૧), વિયડાવઇ, ગંધાવઇ અને માલવંતપરિયાય. તેમની ઊંચાઈ એક હજાર યોજન છે, ઊંડાઈ એક હજાર ગભૂતિ છે અને પહોળાઈ એક હજાર યોજન છે. તેમનો આકાર પર્યંક જેવો છે.૨
=
જંબુદ્દીવમાં ચોત્રીસ દીહવેયઢ પર્વતો છે – એક ભરહ(૧)માં, એક એરવય(૧)માં, અને મહાવિદેહના કચ્છ(૧), વચ્છ(૬), પમ્પ(૧), વખ(૧) વગેરે બત્રીસ વિજયો(૨૩) અર્થાત્ પ્રદેશોમાંથી પ્રત્યેક વિજયમાં એક એક એમ કુલ ચોત્રીસ છે. તેમની ઊંચાઈ પચીસ યોજન અથવા એક સો ગવ્યૂતિ છે, ઊંડાઈ પચીસ ગભૂતિ છે અને પહોળાઈ પચાસ યોજન છે." પ્રત્યેક દીહવેયઢને નવ શિખરો છે.
૧. સ્થા.૮૭,૩૦૨, જીવા.૧૪૧,ભગ.
૪. સ્થા.૬૮૯.
૫. સમ.૨૫,૫૦,૧૦૦.
૬. સ્થા.૬૮૯.
૩૬૯, ભગઅ.પૃ.૪૩૬. ૨.સ્થા.૭૨૨, સમ.૯૦, ૧૧૩. ૩.સમ.૩૪.
૨
૨. વેયઢ ભરહ(૨) ક્ષેત્રનો એક પર્વત જે દીહવેયઢ નામે પણ જાણીતો છે. તે જંબુદ્દીવના ભરણ ક્ષેત્રની મધ્યમાં આવેલો છે અને ભરહ ક્ષેત્રને બે ભાગમાં વહેંચી દે છે – દાહિણઢભરહ અને ઉત્તરઢ઼ભરહ તે પૂર્વથી પશ્ચિમ વિસ્તરેલો છે અને પૂર્વ લવણ સમુદ્રને તથા પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની ઊંચાઈ પચીસ યોજન છે અને પહોળાઈ પચાસ યોજન છે, પૂર્વ બાજુએ તથા પશ્ચિમ બાજુએ તેની બાહાનું માપ ૪૮૮ ૩ યોજન છે, જ્યારે તેની જીવા જે લવણ સમુદ્રને બન્ને બાજુએ સ્પર્શે છે તેનું માપ ૧૦૭૨૦o યોજન છે અને તેનું ધણુપિઢ ૧૦૭૪૩ ૫ યોજન છે. આ પર્વતમાં બે ગુફાઓ છે – તિમિસગુહા અને ખંડપ્પવાયગુહા. પર્વતની બન્ને બાજુએ દસ યોજનની ઊંચાઈએ બે વિાહરસેઢિ છે.તેથી ઉપર બીજા દસ યોજનની ઊંચાઈએ બે અભિઓગસેઢિ છે. આ પર્વતના નવ શિખરોનાં નામ આ પ્રમાણે છે– સિદ્ધાયયણફૂડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org