Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૨૫ દુવિટ્ટ(૨)ના ભાઈ હતા. તે તેના પૂર્વભવમાં સુબંધુ (૧) હતા. તે સિત્તેર ધનુષ ઊંચા હતા. તે પંચોતેર લાખ વર્ષો જીવ્યા અને મરીને મોક્ષ પામ્યા. તિલોયપણત્તિ (૪.૫૧૭) અનુસાર તે પહેલા બલદેવ હતા. ૧. સમ,૭૩, ૧૫૮, વિશેષા.૧૭૬૬, ઉત્તરા.૧૮.૫૦, તીર્થો.પ૬૭, ૬૦૬, સ્થા.૬૭૨,
આવનિ.૪૦૩-૧૪, આવભા.૪૧, આવમ.પૃ. ૨૩૭થી, ઉત્તરાક.પૃ. ૩૪૯,
સમઅ.પૃ.૮૦. તીર્થો. ૫૭૭, ૫૮૦, ૬૦૨-૧૬. ૧૨. વિજય ભરત(૨) ક્ષેત્રના બીજા ભાવી બલદેવ(૨).
૧. સ. ૧૫૯. ૧૩. વિજય તિર્થીયર મુણિસુવય(૧)નો સમકાલીન રાજા.
૧. તીર્થો. ૪૮૩. ૧૪. વિજય રાયગિહનો વતની ચોર. જુઓ વધુ વિગત માટે ધણ(૧૦).
૧. જ્ઞાતા.૧૩૭. ૧૫. વિજય રાયગિહની દક્ષિણે આવેલી સીહગુહામાં રહેતો ચોરોનો સરદાર.'
૧. જ્ઞાતા.૧૩૭. ૧૬. વિજય પુરિમતાલ નગરની ઉત્તરપૂર્વમાં આવેલા સાલા નામના કોતરમાં વસતા ચોરોનો સરદાર.' તે ખંડસિરીનો પતિ અને અભગ્નસણ(ર)નો પિતા હતો. ૨ ૧. વિપા. ૧૫.
૨. વિપા.૧૬. ૧૭. વિજય ભર્યચ્છથી ઉજ્જણીનો વિહાર કરનાર શ્રમણ.'
૧. આવયૂ.૨.પૃ. ૨૨૯, આવનિ.૧૩૧૧. ૧૮. વિજય જંબુદ્દીવના વિજય(૧૯) દ્વારનો અધિષ્ઠાતા દેવ. તેનું પાટનગર વિજયા(૯) નામે જાણીતું છે. આ જ નામના દેવો બીજા દ્વીપોનાં આના જેવાં કારોના અધિષ્ઠાતા છે.
૧. જીવા.૧૩૪, ૧૩૫, સ્થા.૩૦૩, ૩૦૫. ૧૯. વિજય જંબુદ્દીવના ચાર દ્વારોમાંનું એક કાર.' તે સીયા નદી ઉપર અને મેરુ પર્વતથી પિસ્તાલીસ હજાર યોજના અંતરે પૂર્વમાં આવેલું છે. તેની ઊંચાઈ આઠ યોજન છે. તેની જાડાઈ યા તેનું દળ ચાર યોજન છે. અને તેની પહોળાઈ પણ ચાર યોજન છે. તેનોઅધિષ્ઠાતા દેવ વિજય(૧૮) છે. આના જેવાં દ્વારા ઉત્તરોત્તર આવેલા દ્વીપો અને સમુદ્રોમાં પણ છે." ૧. જખૂ.૭, જીવા. ૧૨૮.
૪. સ્થા.૩૦૩, જીવા. ૧૩૪ ૨. જખૂ.૮, જીવા. ૧૨૯.
૫. જીવા.૧૫૪, ૧૭૪, ૧૭૬,૧૮૦, ૩. એજન.
સ્થા. ૩૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org