Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાપઉમ(૧૦)નાં માતાપિતા વગેરે અને ગોસાલના ભાવી જન્મ અર્થાત્ મહાપઉમ(૯)નાં માતાપિતા વગેરે વચ્ચે ગોટાળો થયો લાગે છે.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૦૨૬, ૧૦૩૧, ૧૧૦૬, મનિ.૧૬૮-૧૬૯,
૨. સ્થા.૬૯૩.
૧૭૬
મહાપઉમદ્દહ (મહાપદ્મદ્રહ) મહાહિમવંત(૩) પર્વતની મધ્યમાં આવેલું વિશાળ સરોવર. તેની લંબાઈ બે હજાર યોજન છે, પહોળાઈ એક હજાર યોજન છે અને ઊંડાઈ દસ યોજન છે. તેની અંદર એક મોટું કમલવૃક્ષ છે, તેથી તેને મહાપઉમદહ કહેવામાં આવે છે. રોહિઆ(૧) અને હરિકંતા નદીઓ તેમાંથી નીકળે છે.
૧. જમ્મૂ.૮૦, સમ.૧૧૫, જીવામ.પૃ.૨૪૪, જીવા.૧૪૧, સ્થા.૧૯૭, ૫૨૨.
મહાપઉમરુક્ષ (મહાપદ્મવૃક્ષ) પુક્ષરવરદીવદ્ધના પશ્ચિમાર્કમાં આવેલું એક પવિત્ર વૃક્ષ. તે પુંડરીય(૫) દેવનું વાસસ્થાન છે. આ દેવ મહાપોંડરીય(૨)નામે પણ જાણીતો છે.
૧
૧. સ્થા.૬૪૧.
૨. જીવા.૧૭૬.
મહાપઉમા (મહાપદ્મા) સુકાલ(૪)ની રાણી અને મહાપઉમ(૨)ની માતા,
૧
૧. નિર.૨.૨.
મહાપચ્ચક્ખાણ (મહાપ્રત્યાખ્યાન) એક અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ ૧ જુઓ પઇણગ.
૧. નન્દ્રિ.૪૪, નચૂિ.પૃ.૫૮, નન્દિ પૃ.૭૨, મર.૬૬૩.
મહાપણવણા (મહાપ્રજ્ઞાપના) એક અંગબાહિર ઉક્કાલિન આગમગ્રન્થ, જેનું
૧
આજે અસ્તિત્વ નથી.
૧. નન્દિ.૪૪, પાક્ષિ પૃ.૪૩.
મહાપદુમ (મહાપદ્મ) જુઓ મહાપઉમ(૮).૧
૧. આચૂ.૨.પૃ.૧૮૩.
૩. સ્થા.૭૬૬.
૧. મહાપભ (મહાપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેઓ સાત પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન સમ સમાન છે.
૧. સમ.૭.
૨. મહાપભ ખોદવરના બે અધિષ્ઠાતા દેવામાંનો એક.૧
૧. જીવા.૧૮૨.
૧. મહાપમ્સ (મહાપક્ષ્મન્) મહાવિદેહમાં સીઓઆ નદીની દક્ષિણે આવેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org