Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૨
મહુકેટવ (મધુકૈટભ) જુઓ મહુકેઢવ,1 ૧. તીર્થો. ૬૦૯.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
મહુકેઢવ (મધુકૈટભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા ડિસત્તુ. તે પુરસુત્તમ વડે હણાયા હતા.
૧. સમ.૧૫૮, વિશેષા.૧૭૬૭, તીર્થો. ૬૦૯.
૧. મહુર (મધુર) એક અણારિય અથવા મિલિક્ષ દેશ અને તેની પ્રજા.૧તેને મર્ગાર નામે પણ ઓળખવામાં આવતો હતો.
૧. પ્રશ્ન.૪.
૨. મહુર (માથુર) મહુરા(૧)નો શ્રમણ.૧
૧. મ૨.૪૯૪.
૨. પ્રજ્ઞા.૩૭.
૧. મહુરા (મથુરા) સૂરસેણ(૨) નામના આરિય(આર્ય) દેશનું પાટનગર. તેનું બીજું નામ ઉત્તરમહુરા છે. ત્યાં એક જૈન સ્તૂપ હતો જે બૌદ્ધ હોવાનો દાવો બૌદ્ધો કરતા હતા. * તે સ્થળબંદર હતું.' તે આણંદપુર સાથે સ્થળમાર્ગથી જોડાયેલું હતું. ત્યાં ભંડીરવડેંસિઅ નામનું ઉદ્યાન હતું. તિત્શયર પાસ(૧) આ ઉદ્યાનમાં આવ્યા હતા. આ ઉદ્યાનમાં સુદંસણ(૨૦) યક્ષનું ચૈત્ય હતું જેની યાત્રાએ યાત્રિકો આવતા હતા. સિરીદામ રાજાના શાસનકાળમાં જ્યારે સુબંધુ(૪) મન્ત્રી હતા ત્યારે તિત્થયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.૧૦ મહાવીર પોતાના એક પૂર્વભવમાં (અર્થાત્ તિવિદ્યુ(૧) પોતાના વિસ્સભૂઇ તરીકેના પૂર્વવર્તી ભવમાં) પછીના જન્મમાં વીરતા યા વીર્યશક્તિ પ્રાપ્ત ક૨વાના સંકલ્પ (નિદાન) સાથે અહીં આ નગરમાં મૃત્યુ પામ્યા હતા.૧૧ વાસુદેવ(૨) કહના દશાર્ણો જરાસંધથી ભય પામીને આ નગર છોડી બારવઈ જતા રહ્યા. .૧૨ આ નગરના રાજા ધર(૩)ને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્ત્રણ મોકલવામાં આવ્યું હતું.૧૩ આ નગરના રાજા જિયસત્તુ(૧૯)ને આ જ નગરની ગણિકા કાલાથી એક પુત્ર થયો હતો, તેનું નામ કાલવેસિય, તે શ્રમણ બની ગયો હતો.૪ જિયસત્તુ(૩૦)ની પુત્રી ણિવુઈ,૧૫ રાજા સંખ(૮) અને પુરોહિત ઇંદદત્ત(૮)૧૭ આ નગરના હતા.
૧૬
Jain Education International
રાજા સાલવાહણે આ નગરને જીત્યું હતું.૧૮ આ નગરના યવન રાજાએ જઉણાવંકના ઉદ્યાનમાં શ્રમણ દંડની હત્યા કરી હતી.૧૯ શ્રાવક જિણદાસ(૩) આ નગરના રહેવાસી હતા. આ નગરના શેઠે દક્ષિણ મહુરા(૨)ના શેઠ સાથે લગ્ન વ્યવહારથી સંબંધ બાંધ્યો હતો.૨૧ આ નગરમાં આચાર્ય ખંદિલ(૧)ના પ્રમુખપણા નીચે શ્રમણોની સભામાં જૈન આગમવાચના થઈ હતી.૨૨ ગોટ્ટામાહિલે આ નગરમાં
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org