Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧૯ મુફખગઈ (મોક્ષગતિ) આ અને મોખમગ્ગગઈ એક છે.'
૧. ઉત્તરાનિ.પૂ.૯. મુગ્ગરપાણિ (મુગરપાણિ, એક યક્ષ જે અજુણગ(૧)નો કુલદેવતા હતો. તેનું ચૈત્ય રાયગિહના પુફારામ ઉદ્યાનમાં આવેલું હતું. આ યક્ષે અજુણગને પરાભૂત કર્યો
હતો. ૧
૧. ઉત્તરાનિ.પૃ.૧૧૨, ઉત્તરાર્-પૃ.૭૦, ઉત્તરાશા.પૃ.૧૧૨, અત્ત.૧૩. મુમ્મસેલ (મુદ્રગશૈલ) મુગ્ગસેલપુર પાસે આવેલો ડુંગર, શ્રમણ કાલવેસિયે અન્ન ત્યાગ કરીને આડુંગર પર સલ્લેખના લીધી હતી જ્યાં શિયાળ તેમને ખાઈ ગયું હતું.' આ ડુંગર અને મુગ્નિલગિરિ એક લાગે છે.
૧. ઉત્તરાયૂ.પૃ.૭૮, મ૨.૪૯૮, જીતભા.પ૩૪, વ્યવભા.૧૦.૫૯૫, નિશીભા.૩૯૭૦. મુગસેલપુર (મુગશૈલપુર) જ્યાં રાજા હસતુ રાજ કરતો હતો તે નગર. શ્રમણ કાલવેસિય મહુરા(૧)થી આ નગરમાં આવ્યા હતા. મુમ્મસે લપુર એ મુગ્નિલ્લગિરિપુરનું સમાનાર્થક જણાય છે, “પુરનો અર્થ છે નગર, એટલે સંસ્કૃત નામ થશે મૌગલ્યગિરિનગર કે મુગલગિરિનગર. મુગસેલપુરની એકતા જેને અગિયારમી સદી (ઈ.સ.ની)માં મુગિરિ કહેવામાં આવતું હતું તે વર્તમાન મોંઘીર સાથે સ્થાપવામાં આવી છે.
૧. ઉત્તરાયૂ.૭૮, ઉત્તરાશા પૃ.૧૨૧. ૨. જિઓડિ.પૂ.૧૩૨. મુગિલગિરિ (મુગલગિરિ અથવા મૌદૂગલ્યગિરિ) જ્યાં સુકોસલ(૨) અને સિદ્ધO(૧૧) મોક્ષ પામ્યા હતા તે ડુંગર. કદાચ આ મરુક (Maruk) ડુંગર છે જેના ઉપર બિહારમાં મોંઘીરનો કિલ્લો આવેલો છે. ૨ ૧. ભક્ત.૧૬૧.
૨. જિઓડિ.પૃ.૧૩૨. મુઠ્ઠિઓ (મૌષ્ટિક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'
૧. પ્રશ્ન.૪. ૧. મુણિચંદ મુનિચન્દ્ર) તે વ્યક્તિ જેણે કોઈક શ્રમણને રાયગિહમાં અત્યંત ત્રાસ આપ્યો હતો.'
૧. મર.૪૮૭. ૨. મુણિચંદ સાતેયના રાજા ચંદવડેસઅ અને તેની રાણી ધારિણી(૧૫)ના બે પુત્રોમાંનો એક. તેને ઉજેણીનો સૂબો નીમવામાં આવ્યો હતો. તેના ભાઈ ગુણચંદ ઉજજેણી નગરમાં આવ્યા અને તેમણે મુણિચંદના પુરોહિતના પુત્ર સાથે ખુદ મુણિચંદના પુત્રને પણ પોતાનો શિષ્ય બનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org