Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૮
રયણદેવયા એક લાગે છે.
૧. શાતા.૮૦,૮૧.
૧
રયણપુર (રત્નપુર) તિત્શયર ધમ્મ(૩)નું જન્મસ્થાન. આ જ સ્થાને તેમણે સંસારત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું.ર તેની એકતા ઔધમાં આવેલા રુનઇ (Runai) સાથે સ્થાપવામાં આવી છે.
૧. તીર્થો.૫૦૪.
૨. આવિન.૩૮૩.
૩. લાઈ.પૃ.૩૨૭.
૧. રયણપ્પભા (રત્નપ્રભા) રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમ(૧)માંથી દરેકની મુખ્ય પત્નીનું નામ. તેમનું બીજું નામ કણગપ્પભા(૨) પણ છે.૨
૧
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬.
૨. જ્ઞાતા.૧૫૩.
૧
૨. રયણપ્પભા પ્રથમ નરકભૂમિ. તેનું સાધારણ નામ ઘમ્મા છે, પરંતુ તેનું ગોત્રનામ રયણપ્પભા છે. તેનું દળ (જાડાઈ) ૧૮૦૦૦૦યોજન છે. તેને ત્રણ કાણ્ડ છે – ખર, પંક અને આવ. પ્રથમ કાણ્ડ સોળ ભાગમાં વહેંચાયેલો છે. તે સોળ ભાગનાં નામ આ પ્રમાણે છે – રયણ(૪), વઇ૨(૩), વેરુલિઅ(૧), લોહિતક્ક(૧), મસારગલ્લ, હંસગજ્મ, પુલઅ, સોયંધિય, જોતિરસ, અંજણ(૮), અંજણપુલઅ(૧), રથય(૧), જાતરૃઅ, અંક(૩), ફલિહ અને રિટ્ટ(૬).૪ દરેક ભાગનું દળ (જાડાઈ) એક હજાર યોજન છે." આખા ખર કાણ્ડની (અર્થાત્ પ્રથમ કાણ્ડની) જાડાઈ (દળ) ૧૬૦૦૦ યોજન છે, પંક કાણ્ડની (અર્થાત્ બીજા કાણ્ડની) જાડાઈ ૮૪૦૦૦ યોજન છે અને આવ કાણ્ડની (અર્થાત્ ત્રીજા કાર્ડેની) જાડાઈ ૮૦૦00 યોજન છે.”
રયણભામાં ત્રીસ લાખ વાસસ્થાનો આવેલા છે.॰ ત્યાં વસતા જીવોનું જધન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. રયણખભાના પ્રથમ કાણ્ડના પ્રથમ આઠસો યોજનમાં વાણમંતર દેવોના આવાસો છે.” રયણપ્રભાની સૌથી ઊંચી સપાટીથી આઠ સો યોજનની ઊંચાઈએ સૂર્યો ગતિ કરે છે, જ્યારે તારાઓ નવ સો યોજનની ઊંચાઈએ ગતિ કરે છે.૧૧ રયણપ્પભામાં છ વાસસ્થાનો છે – લોઅ, લોલુઅ, ઉદઢ, નિદડ્ઝ, જરય અને પજ્જરય.
૧૦
૧૨
-
૭. જીવા.૭૧,ભગ.૪૩,૨૪૪,ભગએ. પૃ.૧૩૦, પ્રજ્ઞા.૪૩,
૮. સ્થા.૭૫૭, સમ.૧. ૯. સમ.૧૧૧.
૧૦. સૂર્ય.૨૧, સ્થા.૬૫૫
૧૧. સ્થા.૬૭૦, સમ.૯,૧૧૨.
૧૨. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૬-૬૭.
૧. પ્રજ્ઞા.૩૧,૪૩,૧૫૪-૫૫,ભગ.
૪૬૯. દેવે.૧૪,૩૨,૭૩, અનુ.૨૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. ભગ.૪૪૪, જીવા.૬૭.
૩. જીવા.૬૮, ભગ.૪૭૭, ૫૨૭. ૪. જીવા.૬૯.
૫. સ્થા,૭૭૮,સમ.૭૯,૯૯,૧૧૬,
૧૨૦.
૬. જીવા.૭૨-૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org