Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. લચ્છી પર્વત સિહરિ(૧)નાં અગિયાર શિખરોમાંનું એક.'
૧. જખૂ. ૧૧૧. લચ્છીઘર (લક્ષ્મીગૃહ) મિહિલા નગરમાં આવેલું ચૈત્ય. આચાર્ય મહાગિરિ આ ચૈત્યમાં આવ્યા હતા.'
૧. આવયૂ.૧.પૃ.૪૨૨, સ્થાઅ.પૃ.૪૧૨, ઉત્તરાક પૃ.૧૦૭. ૧. લટ્ટદંત (લષ્ટદન્ત) અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું સાતમું અને બીજા વર્ગનું ત્રીજું અધ્યયન.૨ ૧. અનુત્ત. ૧.
૨. એજન.૨. ૨. લદંત રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. બાર વર્ષનું શ્રામણ્ય પાળી વિપુલ પર્વત ઉપર મૃત્યુ પામીને તે અપરાજિય(૬) સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.
૧. અનુત્ત. ૧. ૩. લકૃદંત આ અને લટ્ટદંત(૨) એક છે. પુનરુક્તિ એ તો પછીના વર્ગમાં આવતી કથાની બીજી વાચના માત્ર જણાય છે. અહીં શ્રામસ્યપાલનનાં વર્ષો સોળ છે અને સ્વર્ગીય વાસસ્થાન અપરાજિયના બદલે વેજયંત છે.
૧. અનુત્ત. ૨. ૪. લટ્ટદંત એક અંતરદીવ.૧
૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૪. લટ્ટબાહુ (લષ્ટબાહુ) દસમા તિર્થીયર સીયલનો પૂર્વભવ.૧
૧. સ. ૧૫૭. લલિતંગ (લલિતાક) જુઓ લલિયંગ.'
૧. આવયૂ.૧.પૃ.૧૬૫. લલિય (લલિત) પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭)નો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય કહ(૪).
૧. સ.૧૫૮. નામોમાં ગોટાળો છે. લલિયંગ (લલિતાંગ) ઉસભ(૧)નો પૂર્વભવ. તે ઈસાણ સ્વર્ગ (કલ્પ)ના સિરિષ્પભ(૨) સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ હતા. સયંપભા દેવી તેમની પટરાણી હતી. તેઓ આચાર્ય જુગંધર(૧)ને મળ્યા હતા. ૨
૧. આવયૂ.૧,પૃ.૧૬૫, ૧૭૭, વિશેષા.૧૫૮૬, આવમ.પૃ.૧૫૭થી, કલ્પધ.પૃ.૧૫૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org