Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
રેણુગા અથવા રેયા (રેણુકા) મિગકોટ્ટગના રાજા જિયસત્તુ(૨૯)ની પુત્રી, જમદગ્નિ ઋષિની પત્ની અને પરસુરામની માતા.૧ જુઓ અણંતવીરિય.
૧. આચૂ.૧.પૃ.૫૨૦, આવચૂ.પૃ.૪૯, આવહ.પૃ.૩૯૨, આચાશી.પૃ.૧૦૦. ૧. રેવઅ (રૈવત) જુઓ રેવયય.
૧
૧. નિર.૫.૧.
૨. રેવઅ રેવયય પર્વત ઉપર આવેલું ઉઘાન. કમલામેલાને અહીં લાવી સાગરચંદ(૧) સાથે પરણાવવામાં આવી હતી.
૧. ધૃમ.પૃ.પ૬, આવચૂ.૧.પૃ.૧૧૩.
૧
રેવઇણત્ત (રેવતીનક્ષત્ર) આચાર્ય ણાગહત્યિના શિષ્ય. અને તેમના શિષ્ય હતા સીહ(૩).૨
૧. નન્દિ.ગાથા ૩૧.
૨. એજન.ગાથા.૩૨.
૧. રેવઈ (રેવતી) તિત્લયર મહાવીરની મુખ્ય ઉપાસિકા (શ્રાવિકા).` તે મેઢિયગામની હતી. પિત્તજ્વરથી પીડાતા મહાવીર માટે તેણે શ્રમણ સીહ(૧)ને કુક્કડમંસ ભિક્ષામાં આપ્યું હતું. મહાવીરે તેને ઔષધ તરીકે લીધું અને પરિણામે તે રોગમુક્ત થયા. આના કારણે રેવઈએ તીર્થંકરનામ ગોત્રકર્મ બાંધ્યું. ભવિષ્યમાં ભારહમાં તે સત્તરમા તિર્થંકર ચિત્તઉત્ત તરીકે જન્મ લેશે.
૧. કલ્પ.૧૩૭, સ્થા.૬૯૧, આવ.પૃ. ૨. ભગ.૫૫૭, કલ્પ.પૃ.૧૨૭. ૩. સ્થા.૬૯૧, સ્થાઅ.પૃ.૪૫૬, સમ,૧૫૯.
૧
૨૮, આવમ.પૃ.૨૦૯. ૨. રેવઈ રાયગિહના શેઠ મહાસયઅ(૨)ની પત્ની. પોતે એકલીએ પોતાના પતિ સાથે ભોગ ભોગવવાના અને તેનું ધન પડાવી લેવાના ઈરાદે તેણે પોતાની બાર શોકોનું ખૂન કરી નાંખ્યું. માંસ અને મદિરા ભોગવવાનું તેને વ્યસન થઈ ગયું.૨ નગરમાં પશુવધ ઉપર પ્રતિબંધ હોવાથી પોતાના પિયરથી રોજ બે વાછરડાનું માંસ તેને પૂરું પાડવામાં આવે એવો પ્રબંધ તેણે કરાવ્યો. મરણ પછી તે નરકે ગઈ.૪ જુઓ મહાસયય(૨).
3
૧. ઉપા. ૪૬, સ્થાઅ.પૃ.૫૦૯. ૨.ઉ૫ા.૪૮.
૩. એજન.૪૯.
૪. એજન.૫૨.
૩. રેવઈ વાસુદેવ(૨) કણ્ડ(૧)ના મોટા ભાઈ બલદેવ(૧)ની પત્ની.૧
૧. નિર.૫.૧, પ્રશ્નઅ.પૃ.૮૮.
૪. રેવઈ અચાવીસ ણક્ષ્મત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ પૂસ(૧) છે અને તેનું ગોત્રનામ પુસ્સાયણ છે:'
૧. જમ્મૂ.૧૫૫-૧૬૧; સૂર્ય.૩૬, સમ.૩૨, ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org