Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ, તેની રાજધાની મહાપુરા છે. ૧
૧. જમ્મૂ.૧૦૨.
૨. મહાપમ્ય પમ્હાવઈ પર્વતનું એક શિખર.૧
૧. જમ્મૂ.૧૦૨.
મહાપરિણા (મહાપરિજ્ઞા) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન.` હાલ તેનું અસ્તિત્વ નથી. અજ્જ વઇ૨(૨)ને આ અધ્યયનમાંથી આગાસગમાવિા વિશે જાણવા મળ્યું હતું.
3
૧. આચાનિ. ૩૨.
૨.સમઅ.પૃ.૭૧. ૩. આવનિ.૭૭૦, વિશેષા.૨૭૮૧. મહાપાતાલ અથવા મહાપાયાલ (મહાપાતાલ) આ અને મહાપાયાલકલસ એક છે.૧
૧. જીવા.૧૫૬.
મહાપાયાલકલસ (મહાપાતાલકલશ) લવણ સમુદ્રની વચ્ચે મોટા કલશ સમાન દેખાતી રચના. આવા કલશો ચાર દિશામાં ચાર છે. તેમનાં નામ છે – વલયામુહ, કેઉઅ(૨), જૂયઅ અથવા જૂવઅ અને ઈસર(૧). તેઓ જંબુદ્દીવથી પંચાણુ હજાર યોજન દૂર આવેલા છે. તેઓ એક લાખ યોજન ઊંડા છે. તળિયે તેમની પહોળાઈ દસ હજાર યોજન છે, મધ્યમાં એક લાખ યોજન છે અને ટોચે દસ હજાર યોજન છે. તેઓ કાલ(૧૧), મહાકાલ(૧૦), વેલંબ(૨) અને પમંજણ(૧) આ ચાર દેવોના વાસસ્થાનો તરીકે કામ આપે છે.
૧
૧. સમ.૫૨,૯૫, સમઅ.પૃ.૭૨, સ્થા. ૩૦૫, ૭૨૦. ૨. જીવા.૧૫૬.
મહાપીઢ જુઓ મહપીઢ.૧
૧. આ.૧.પૃ.૧૩૩, આવમ.પૃ.૧૬૦, ૨૨૬.
મહાપુંખ (મહાપુ ́) તંતુઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે, તેઓ બાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને બાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૨.
મહાપુંડ (મહાપુણ્ડ) મહાપુંખ સમાન સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૨.
૧૭૭
મહાપુંડરીય (મહાપુણ્ડરીક) રુપ્પિ(૪) પર્વત ઉપર આવેલું વિશાળ સરોવર. તેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ મહાપઉમદહની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ જેટલી જછે. ણરકતા અને રુપ્પકૂલા નદીઓ ક્રમશઃ તેના દક્ષિણ અને ઉત્તર દ્વા૨ોમાંથી નીકળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org