Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૬
43
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગયા અને પછી ઉત્તર વાચાલ તરફ ગયા જ્યાં માર્ગમાં તેમણે દેવદૂષ્યનો ત્યાગ કર્યો.૯ આમ તેમણે એક વર્ષ અને એક માસ કેવળ એક જ વસ્ત્ર ધારણ કર્યું અને ત્યાર પછી તે નગ્ન જ રહ્યા.૫ કણગખલ તરીકે જાણીતા આશ્રમ પાસે તેમને ઝેરી નાગ ચંડકોસિય ડસ્યો.૫૧ ઉત્તર વાચાલના શેઠ ણાગસેણના ધરે તેમણે પંદર દિવસના ઉપવાસનાં પારણાં કર્યાં.પર પછી તે સેયવિયા ગયા અને ત્યાંથી તે સુરભિપુર ગયા. ત્યાર બાદ તે ગંગા નદીને નાવ દ્વારા પાર કરીને થુણાગ સંનિવેશ પહોંચ્યા. પછી તે રાયગિહના ઉપનગર ણાલંદા આવ્યા, ત્યાં તેમણે એક વણકરના ઘરે ચોમાસું કર્યું અને એક મહિનાના ઉપવાસનાં પારણાં રાગિહના શેઠ વિજય(૬)ના ઘરે કર્યાં.૫૪ તે સ્થળે પાંચ આશ્ચર્યજનક ઘટનાઓ બનતી નિહાળીને ગોસાલ વંદનીય શ્રમણ પાસે ગયો અને પોતાને તેમના શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. મહાવીરે તેની વિનંતી સ્વીકારી નહિ. વંદનીય શ્રમણ મહાવીરે બીજા મહિનાના ઉપવાસનાં પારણાં આણંદ(૩)ના ઘરે કર્યાં અને ત્રીજા મહિનાના ઉપવાસનાં પારણાં સુણંદ(૫)ના ઘરે કર્યાં. ચોમાસાના અંતે મહાવીર કોલ્લાય(૨) સંનિવેશ ગયા અને તેમણે ચોથા મહિનાના ઉપવાસનાં પારણાં બ્રાહ્મણ બહુલ(૪)ના ઘરે કર્યાં. ગોસાલ પણ ત્યાં ગયો અને તેણે મહાવીરને પુનઃ વિનંતી કરી કે તે તેને શિષ્ય તરીકે સ્વીકારે. આ વખતે મહાવીરે તેની વિનંતી સ્વીકારી અને વંદનીય શ્રમણ મહાવીર અને ગોસાલ સારો એવો સમય સાથે રહ્યા અને વિચર્યા પ
ગોસાલની સાથે મહાવીર કોલ્લાયથી સુવણખલ, બંભણગામ અને પછી ચંપા ગયા. અહીં તેમણે ત્રીજું ચોમાસું કર્યું.પ ચંપાથી મહાવીર અને ગોસાલ બન્ને ક્રમશઃ કાલાય સંનિવેશ, પત્તાલગ ગામ, કુમારઅ સંનિવેશ, ચોરાગ સંનિવેશ અને પછી પિટ્ટિચંપા ગયા જ્યાં મહાવીરે સંપૂર્ણ ચોથું ચોમાસું અન્ન અને ઉકાળેલા પાણી વિના વ્યતીત કર્યું. કુમારઅ સંનિવેશમાં ગોસાલને પાસ(૧)ની પરંપરાના શ્રમણો સાથે ચર્ચા થઈ હતી.૫૭
પિઢિચંપાથી મહાવીર ગોસાલ સાથે કયંગલા ગયા અને ત્યાંથી સાવત્થી ગયાં. અહીં શેઠ પિઉદત્તની પત્ની સિરિભદ્દાએ ગોસાલને ખાવા માટે નરમાંસ આપ્યું. સાવથીથી મહાવીર અને ગોસાલ બન્ને હલેદુત નામના ગામે ગયા, ત્યાંથી પછી ક્રમશઃ ગંગલા ગામ, આવત્ત(૪), ચોરાય, કલંબુયા અને પછી અનાર્ય દેશ લાઢ ગયા જ્યાં તેમને અનેક પ્રકારનો ત્રાસ સહન કરવો પડ્યો. મહાવીરે આર્ય પ્રદેશમાં આવેલા ભદિયા નગરમાં પાંચમો વર્ષાવાસ ગાળ્યો.
ભદિયાથી મહાવીર અને ગોસાલ કદલી ગામ ગયા, પછી ક્રમશઃ જંબૂસંડ, તંબાય
Jain Education International
For Private & Personal Use Only
42
www.jainelibrary.org