Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બેતાલીસ હજાર ન્યૂન વર્ષો પૂર્વે તિવૈયર ઉસભ(૧) નિર્વાણ પામ્યા હતા.૯૪ મહાવીરના નિર્વાણના બસો પચાસ વર્ષ પહેલાં તિર્થીયર પાસ(૧) નિર્વાણ પામ્યા હતા.૯૫
જે રાતે મહાવીર મોક્ષ પામ્યા તે રાતને પોતાના સ્વર્ગીય વાસસ્થાનોથી નીચે ઊતરતા અને પાછા ઉપર જતા દેવોએ રોશનીથી પ્રકાશિત કરી દીધી.
જયારે તિત્થર મહાવીરે શરીર ત્યાગી મોક્ષ પ્રાપ્ત કર્યો ત્યારે કાસી અને કોસલના અઢાર મિત્ર રાજાઓ અને મલ્લઈ અને લેચ્છઇ જાતિઓના (અઢાર રાજાઓ) ત્યાં હાજર હતા. તિત્થર મહાવીરના નિર્વાણ સાથે જ્ઞાનનો આધ્યાત્મિક પ્રકાશ બુઝાઈ ગયો એમ વિચારી તેમણે દીવાઓ પેટાવી ભૌતિક પ્રકાશ કર્યો.૭ તે જ રાતે અવંતીના રાજા પાલગ(ર)નો રાજ્યાભિષેકવિધિ થયો.૯૮
સંસારત્યાગ કર્યા પછી મહાવીર બેતાલીસ વર્ષ જીવ્યા. તેમણે આ બેતાલીસ વર્ષોમાં નીચે જણાવેલાં સ્થળોએ બેતાલીસ ચોમાસા કર્યા–એક અઢિયગામમાં, ત્રણ ચંપા તથા પિઢિચંપામાં, બાર વેસાલી તથા વાણિયગામમાં, ચૌદ રાયગિહ તથા ણાલંદામાં, છ મિહિલામાં, બે ભદ્રિયામાં, એક આલભિયામાં, એક સાવત્થીમાં, એક પણિઅભૂમિમાં (વજભૂમિમાં આવેલું સ્થાન અને એક મજૂઝિમાપાવામાં.૯૯
ભગવાન મહાવીરનો સંઘ ઉત્કૃષ્ટ હતો. તેમાં ૧૪૦૦૦ શ્રમણો હતા, તેમના નાયક હતા ઇંદભૂઈ. તેમાં ૩૬૦૦૦ શ્રમણીઓ હતી, તેમની નાયિકા હતી ચંદણા. તેમાં ૧૫૯૦૦૦ શ્રાવકો હતા, તેમના નાયકો હતા સંખ(૯) અને સયગ. તેમાં ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી, તેમની નાયિકાઓ હતી સુલતા(૨) અને રેવઈ(૧). તેમાં ૩૦૦ ચતુર્દશપુત્રના ધારકો, ૧૩૦૦ અવધિજ્ઞાનીઓ, ૭૦૦ કેવલજ્ઞાનીઓ, ૭૦૦ વૈક્રિયલબ્ધિધારીઓ, ૫૦૦ મન:પર્યાયજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓ, ૭૦૦ મોક્ષપ્રાપ્ત શિષ્યો, ૧૪00 મોક્ષપ્રાપ્ત શિષ્યાઓ અને અણુત્તર વિમાનપ્રાપ્ત ૮૦૦ સાધુઓ હતા.19
મહાવીરના અનુયાયીઓ ત્રણ પ્રકારના હતા – (૧) શ્રમણ-શ્રમણીઓ, (૨) ઉપાસક-ઉપાસિકાઓ અને (૩) સહાનુભૂતિ ધરાવનારાઓ અને સમર્થકો. ઇંદભૂઇ, ચંદણા, વગેરે પ્રથમ પ્રકારના હતા. સંખ, સમગ,સુલસા, રેવઈ, વગેરે બીજા પ્રકારના હતા. સેણિઅ(૧), ચેલણા, ઉદાયણ(૨), કાલોદાયિ, પિંગલ(૧), પક્ઝોય, કૂણિઅ વગેરે ત્રીજા પ્રકારના હતા.૧૦૧ તીર્થ યા સંઘ પ્રથમ બે પ્રકારના અનુયાયીઓનો જ બનેલો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org