Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૯૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
મહાવીરના શિષ્યોમાં અગિયાર શિષ્યો ગણધરનું વિશિષ્ટ પદ પામ્યા હતા. તેમના આધિપત્ય નીચે મુકવામાં આવેલા નવ શ્રમણગણોના તે દોરવણી અને શિક્ષા આપનારા નાયકો હતા. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧) ઈંદભૂઈ, (૨) અગ્નિભૂઇ(૧), (૩) વાઉભૂઈ, (૪) વિઅત્ત(૧), (૫) સુહમ્મ(૧), (૬) મંડિયપુર, (૭) મોરિયપુર(૧), (૮) અકંપિય, (૯) અમલભાયા, (૧૦) મેયજ્જ(૧) અને (૧૧) પભાસ(૧), અકંપિય અને અમલભાયા આ બે એક સમાન ગણના બે ગણધરો હતા. તેવી જ રીતે મેયજ્જ અને પભાસ પણ એક સમાન ગણના બે ગણધરો હતા. મહાવીરની પરંપરા સુહમ્મ અને તેમના અનુગામી દ્વારા ચાલુ રહી કારણ કે બધા ગણધરોમાં છેલ્લા મૃત્યુ પામનારા સુહમ્મ હતા.૦૩
મહાવીરના ઉપાસકોમાં (શ્રાવકોમાં) નીચેના દસ પ્રસિદ્ધ છે જે ઉવાસગદાસાનો વિષય છે– (૧) સિવાણંદાના પતિ અને વાણિયગ્ગામના વતની આણંદ(૧૧), (૨) ભદા(૨૬)ના પતિ અને ચંપાના વતની કામદેવ(૨), (૩) સામા(૪)ના પતિ અને વાણારસીના વતની ચલણીપિયા(૨), (૪) ધણાના પતિ અને વાણારસીના વતની સુરાદેવ(૧), (પ) બહુઆના પતિ અને આલભિયાના વતની ચુલસયા(૨), (૬) પૂસાના પતિ અને કંપિલપુરના વતની કુંડકોલિય(૧), (૭) અગ્નિમિત્તાના પતિ અને પોલાસપુરના વતની સદ્દાલપુર(૧), (૮) રેવઈ (૨)ના પતિ અને રાયગિહના વતની મહાસયા(૨), (૯) અસ્મિણી (૨)ના પતિ અને સાવત્થીના વતની સંદિણીપિયા(૧), અને (૧૦) ફગુણીના પતિ અને સાવથીના વતની સાલિહિપિયા(૨).
ભગવાન મહાવીરના આવસ્મયગૃહિણમાં નોંધાયેલા સત્તાવીસ પૂર્વભવોમાંના કેટલાક આ પ્રમાણે છે – મરિઇ, કોસિએ(૧), પૂતમિત્ત(૩), અગિજ્જોઆ, અગ્નિભૂખ(૨), ભારદ્દાય(૩), થાવર(૨), વિસ્મભૂઇ, તિવિટ્ટ(૧), પિયમિત્ત (૧) અને સંદણ(દ), ઇત્યાદિ
ભગવાન મહાવીરે પોતે ભવિષ્ય ભાખ્યું હતું કે એક હજાર વર્ષ પછી પુવૅગયનો વિચ્છેદ થશે અને તેમના તીર્થનો નાશ એકવીસ હજાર વર્ષ પછી થશે.૧૫
તેમણે એ પણ ભવિષ્ય ભાખ્યું હતું કે પાડલિપુરમાં પાટલિ વૃક્ષ અને રાયિગહમાં શાલ વૃક્ષ પૂજાશે. ૧૦૧
મહાવીરના સંવમાં નીચેની નવ વ્યક્તિઓએ તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું હતું – (૧) સેણિઅ(૧), (૨) સુપાસ(૭), ઉદાઈ(૪), (૪) પુફિલ(૩), (૫) દઢા (૧),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org