Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯૧
તારી જાતને છુપાવવા ખોટી વાતો ઉપજાવી રહ્યો છે.” આ સાંભળી ગોસાલ અત્યન્ત ક્રોધિત થયો અને ગાળાગાળી કરવા લાગ્યો. તેણે મહાવીરને અપશબ્દો કહ્યા. ગોસાલનો મહાવીર પ્રત્યેનો અભદ્ર વ્યવહાર મહાવીરના બે શિષ્યો સવ્વાણભૂઇ(૨) અને સુણક્ષ્મત્ત(૩)થી સહન ન થયો. એટલે તેમણે ગોસાલને અટકાવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો. પરંતુ ગોસાલે ક્રોધાભિભૂત થઈને તે બન્નેને પોતાના તપતેજથી (તેજોલેશ્યાથી) બાળીને ભસ્મ કરી નાખ્યા. પછી ગોસાલે તે જ લેશ્યા મહાવી૨ ઉપર છોડી પરંતુ મહાવીરના દિવ્ય પ્રભાવથી મહાવીર તરફથી પાછી વળી ગોસાલના પોતાના ઉપર જ ફરી વળી અને ગોસાલના શરીરમાં દાહ પેદા કર્યો. મહાવીરને અવિચલિત જોઈને ગોસાલે મહાવીરને કહ્યું, “તું પિત્તજ્વરજન્ય દાહથી પીડાઈને છ મહિનામાં મરી જઇશ.'' મહાવીરે ગોસાલને કહ્યું, “હું તો હજુ સોળ વર્ષ જીવવાનો છું પરંતુ તું તારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈ પિત્તજવરદાહથી ખૂબ જ પીડા પામીશ અને સાત દિવસમાં મરી જઈશ.' મહાવીરે કહ્યા મુજબ ગોસાલ સાત દિવસમાં મરી ગયો. મહાવીર એકાકી વિચરતા ન હતા પણ પોતાના શિષ્યોના જૂથ સાથે જ વિચરતા હતા એટલે ગોસાલ મહાવીરને દોષ દેતો હતો, એ મતલબનો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં છે.૯૧
જ્યારે મહાવીર મેંઢિયગામ પહોંચ્યા ત્યારે તેમને પીડાકારી પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થયો. રોગે તીવ્રતા ધારણ કરી. લોકો કહેવા લાગ્યા કે હવે મહાવીર છ મહિનામાં મરી જશે. આ અફવા માલુયાકચ્છમાં તપ કરતા મહાવીરશિષ્ય અનગાર સીહ(૧)એ સાંભળી. તેથી સીહ બહુ દુ:ખી થયા. મહાવીરે તરત જ તેમને બોલાવ્યા અને કહ્યું કે હું મહાવીર છ મહિના પછી મરી જવાનો નથી. મહાવીરે સીહને આશ્વાસન આપ્યું કે તે પોતે બીજા સોળ વર્ષ વધુ જીવવાના છે. મહાવીરે વધુમાં સીહને કહ્યું, “હે સીહ ! આ નગરમાં રહેતી ગૃહિણી રેવતી(૧) પાસે તું જા. તેણે ખાસ મારા માટે તૈયા૨ કરીને રાખેલા બે કવોયસરીરને ન લાવો પણ તેની પાસેથી વાસી કુક્કુડમંસ લઈ આવ. તેનું મારે પ્રયોજન છે.” મહાવીરની આજ્ઞા મુજબ સીહે કર્યું. મહાવીરે ઔષધ તરીકે તેનું સેવન કર્યું અને તેમનો રોગ મટી ગયો.૯૨
આમ મહાવીરે કેવલજ્ઞાની તિર્થંકર તરીકે ત્રીસ વર્ષ પસાર કર્યા. તેમણે તેમનું છેલ્લું ચોમાસું મઝિમાપાવામાં ગાળ્યું. ત્યાં કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષની અમાસની રાતે જ્યારે દૂસમસુસમા અર પૂરો થવામાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે શ્રમણ ભગવાન મહાવીર પોતાનું પાર્થિવ શરીર છોડીને બોતેર વર્ષની વયે મોક્ષ પામ્યા. ૯૩ તિત્ફયર મહાવીરના નિર્વાણના એક કોટાકોટિ સાગરોપમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org