Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૮૭ અને કૂવિય સંનિવેશોમાં ગયા. ત્યાર પછી ગોસાલે મહાવીરનો સાથ છોડી દીધો અને તે એકલો ભ્રમણ કરવા લાગ્યો. મહાવીર વેસાલી ગયા. ત્યાંથી તે ગામાય સંનિવેશ ગયા, ગામાયથી સાલિસીસ ગામ ગયા અને પછી વળી પાછા ભદિયા નગર ગયા જ્યાં તેમણે તેમનો છઠ્ઠો વર્ષાવાસ પણ પસાર કર્યો."
પછી વંદનીય શ્રમણે મગહન વિહાર શરૂ કર્યો જયાં ગૌસાલ પુનઃ તેમની સાથે જોડાઈ ગયો. મહાવીરે તેમનો સાતમો વર્ષાવાસ આલબિયામાં ગાળ્યો. ૧
આલભિયાથી મહાવીર અને ગોસાલ ક્રમશઃ કુંડાગ, મદ્દણ, બહુસાલયા, લોહગલ(૨), પુરિમતાલ અને ઉણાગ ગયા અને પછી રાયગિહ ગયા જયાં તેમણે પોતાનો આઠમો વર્ષાવાસ પસાર કર્યો. ૨
વંદનીય શ્રમણ મહાવીરે પુનઃ લાઢ દેશનો વિહાર શરૂ કર્યો અને ક્રમશઃ વજ્જભૂમિ અને સુન્મભૂમિ અથવા સુદ્ધભૂમિમાં વિચર્યા. તેમણે તેમનો નવમો વર્ષાવાસ આ અનાર્ય ભૂમિમાં ગાળ્યો.”
પછી મહાવીર અને ગોસાલ ક્રમશઃ સિદ્ધWપુર, કુમ્મગામ અને વળી પાછા સિદ્ધWપુર ગયા. જયારે તેઓ કુગામમાં હતા ત્યારે તેમણે સૂર્યના તડકામાં મુખ ઊર્ધ્વ રાખીને અને બન્ને હાથ ઊંચા રાખીને તપ કરતા તાપસ વેસિયાયણને જોયા. તેનું શરીર આખું જૂઓથી ખદબદતું હતું. ગોસાલ પુનઃ પુનઃ સવાલ કરતો હતો કે આ સાધુ છે કે જૂઓની પથારી. તેથી વેસિયાયણને ક્રોધ થયો અને તેણે તેજોલશ્યા નામની દિવ્ય શક્તિ ગોસાલ તરફ છોડી, મહાવીરે તેની વિરોધી શીતલેશ્યા નામની દિવ્ય શક્તિ સામે છોડીને ગોસાલને બચાવી લીધો. મહાવીરે ગોસાલને સમજાવ્યું પણ ખરું કે ઉત્કટ કઠોર તપશ્ચર્યા દ્વારા આવી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે. જયારે બન્ને સિદ્ધત્થપુરમાં (અથવા સિદ્ધFગામમાં રોકાયા હતા ત્યારે ગોસાલે મહાવીરની એક તલના છોડને ફળ આવવાની ભવિષ્યવાણીને પડકારીને તે તલના છોડને ઉખાડીને ફેંકી દીધો. સંયોગવશ વરસાદ પડ્યો. પરિણામે પેલો તલનો છોડ જમીનમાં ચોટી ગયો અને લીલોછમ બની ગયો અર્થાત્ તેમાં પુનઃ પ્રાણ આવ્યા અને તેને ફળ પણ આવ્યાં. આ ઉપરથી ગોસાલે તારણ કાઢ્યું કે બધી ચીજો પૂર્વનિશ્ચિત છે અને બધા (મૃત) જીવોમાં પુનઃ પ્રાણનો સંચાર થવાની ક્ષમતા છે. ગોસાલનાં તારેવલાં આવાં સર્વસામાન્ય વિધાનોનો અર્થાત્ સિદ્ધાન્તાનો મહાવીરે સ્વીકાર ન કર્યો. તેથી ગોસાલે મહાવીર સાથેનો સંબંધ તોડી નાખ્યો. પછી તેણે પોતાનો આજીવિય નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો . સિદ્ધત્વપુરથી ગોસાલ સાવથી ગયો અને ત્યાં હાલાહલા કુંભારણના ઘરે રહી તેણે છ મહિના સુધી કઠોર શ્રમણાચારનું પાલન કર્યું. આ આરાધનામાર્ગે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org