Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ગણિ. ૯-૧૦.
૩૧. ભદ્દા અંતગડદસાના સાતમા વર્ગનું નવમું અધ્યયન.૧
૧. અત્ત.૧૬.
૩૨. ભદ્દા ણંદીસરવર દ્વીપમાં આવેલા દક્ષિણ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી એક પુષ્કરિણી. તે એક હજાર યોજન લાંબી, પચાસ હજાર યોજન પહોળી અને એક હજાર યોજન ઊંડી છે.૧
૧. સ્થા.૩૦૭.
૩૩. ભદ્દા પશ્ચિમ રુયગ(૧) પર્વતના સુદંસણ(૧૮) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.
૧
૧. જમ્બુ.૧૧૪, તીર્થો.૧૫૭, સ્થા. ૬૪૩.
૩૪. ભદ્દા ધણ(૨) શેઠની પત્ની અને ભટ્ટાની માતા.૧
૧. નિશીચૂ.૩.પૃ.૧૫૦.
૩૫. ભદ્દા ઉજ્જૈણીની સાર્થવાહી. અવંતિસુકુમાલ તેનો પુત્ર હતો. ભદ્દાએ આચાર્ય સુહત્યિ(૧) પાસે દીક્ષા લીધી હતી.
૧. આવચૂ.૨.પૃ.૧૫૭.
૩૬. ભદ્દા ચંપાના શેઠ કામદેવ(૨)ની પત્ની.૧
૧. ઉપા.૧૮.
૩૭. ભદ્દા જિણપાલિય અને જિણરકૃખિયની માતા.
૧. જ્ઞાતા.૭૯.
૧
ભદિન (ભદ્રિક) જુઓ ભદિયા.
૧. વિશેષા.૧૯૩૭.
ભદ્દિજ્જિયા (ભદ્રીયિકા અથવા ભદ્રીયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક.૧
૧. કલ્પવિ.પૃ.૨૫૯.
ભદ્દિયા (ભદ્રિકા) તે નગર જ્યાં મહાવીરે બે ચોમાસાં કર્યાં હતાં. તેની એકતા કેટલાક વર્તમાન મોંઘીર સાથે સ્થાપે છે જ્યારે કેટલાક ભાગલપુરની દક્ષિણમાં આઠ માઈલના અંતરે આવેલ ભદરિયા સાથે સ્થાપે છે.
૧. આનિ.૪૮૩, ૪૮૮, વિશેષા.૧૯૩૭, ૧૯૪૨, કલ્પ.૧૨૨, આવચૂ.૧.પૃ.૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૭,
૨. લાઇ.પૃ.૨૭૨, શ્રભમ.પૃ.૩૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org